રાજસ્થાન સીમા પરથી વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો સહિત મુદ્દામાલ પકડાતો હોય છે તો કેટલીકવાર દારૂનો જથ્થો ઘુસાડવામાં બુટલેગરો સફળ પણ સાબિત થઈ જાય છે. આ સાથે જ જિલ્લાના કેટલાય વિસ્તારોમાં દેશી દારૂના અડ્ડાઓ અને ભઠ્ઠાઓ પણ ધમધમે છે, જેમાંથી એક મોડાસા તાલુકાના છારાનગરમાં પોલિસે મેગા ઓપરેશન પાર પાડી, ભઠ્ઠાઓ નો નાશ કર્યો હતો.
તહેવારો નજીક આવતા અરવલ્લી જિલ્લા પોલીસ સતર્ક બની છે. અરવલ્લી જિલ્લા પોલીસ વડા શૈફાલી બારવાલ ની સૂચનાથી, ASP સહિતના ઉચ્ચ અધિકારીએ મોડાસાના છારાનગર ખાતે દરોડા પાડીને દેશી દારૂના અડ્ડા ઉપર તવાઈ બોલાવી છે. દિવાળી નજીક આવતા, જ પોલિસે છારાનગરમાં દરોડા પાડ્યા હતા, જેમાં 7 PI, 7 PSI, 25 મહિલા પોલિસ કર્મચારીઓ, 30 થી વધુ પોલિસ કોન્સ્ટેબલ સહિત, lcb, sog, ટિંટોઇ પોલિસ અને મોડાસા ગ્રામ્ય પોલિસની ટીમ સાથે મેઘા ઓપરેશન પાર પાડ્યું હતું,, પોલિસના મેઘા ઓપરેશનમાં 1650 લિટર વોશ અને 10 લિટર દેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે.. પોલિસે છારાનગરમાં દરોડા પાડી અલગ-અલગ પાંચ કેસ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે, હજુ પણ પોલિસની કાર્યવાહી યથાવત છે.
અરવલ્લી જિલ્લામાં દેશી દારૂના અડ્ડાઓ પર સમયાંતરે દરોડા પાડવામાં આવતા હોય છે જોકે આ અડ્ડાઓ પર કાયમી રોક ક્યારે આવશે તે પણ એક સવાલ છે. અહીં વસતા લોકોને અન્ય રોજગારીનો અવસર પુરો પાડી, દેશી દારૂના અડ્ડાઓ પર કદાચ રોક લગાવી શકાય.