30 C
Ahmedabad
Sunday, February 16, 2025

અરવલ્લી : ધનસુરા પોલિસમાં ‘વડ એવા ટેટા’ જેવો ઘાટ સર્જાયો, હવે GRD અને TRB બન્યા બુટલેગર, ધનસુરા પોલિસના આબરૂના ધજાગરા ઉડ્યા


અરવલ્લી જિલ્લામાં વડીલોની રાહ પર હવે TRB અને GRD જવાનો
પહેલ ધનસુરા પોલિસ સ્ટેશન વિસ્તારમાં પોલિસ કર્મચારીના ઘરેથી દારૂ મળ્યો….
…હવે ટીઆરબી અને જીઆરડી જવાનો દારૂને હેરાફેરીમાં ઝડપાયા
દારૂની હેરાફેરી અને દારૂ લાવવનાર માસ્ટર માઈન્ડ કોણ?
ધનસુરા પોલિસ સ્ટેશનની કામગીરી પર હવે સવાલો ચોક્કસથી ઉઠશે
TRB અને GRD જવાનો દારૂની હેરાફેરીમાં સંડોવાતા, ધનસુરા પોલિસ
હવે તો ડી સ્ટાફની કામગીરી પર સવાલો…
કેટલાય પોલિસ સ્ટેશનમાં કેટલાય કર્મચારીઓ પડ્યા પાથર્યા હોવાની ચર્ચાઓ

અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લામાં દારૂની હેરાફેરી ની ઘટનાઓ સતત સામે આવી રહી છે. હજુ પોલીસ કર્મચારીના ઘરેથી દારૂ પકડવાનો મામલો શાંત પડ્યો નથી, તો બીજી બાજુ ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટીઆરબી અને જીઆરડી ના જવાનો દારૂની હેરાફેરીમાં ઝડપાઈ ગયા છે. અરવલ્લી જિલ્લા માંથી ડીસ્ટ્રીક આઉટ થયેલા પોલીસ કર્મચારી વિજય છનાભાઈ પરમાર ના ઘરેથી એલસીબી એ દારૂ ઝડપી પાડતા, ધનસુરા પોલીસનું નાક કપાતા ધનસુરા પોલીસે ના છૂટકે હવે ટીઆરબી જીઆરડીના જવાનું ને દારૂની હેરાફેરીમાં ઝડપી પાડ્યા છે. હવે અહીં તો વડ એવા ટેટા જેવો ઘાટ ઘડાયો હોય તેવું લાગે છે.

Advertisement

અરવલ્લી જિલ્લાના ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં ધનસુરા પોલીસની ટીમે કોલવડા ગામની સીમમાં ગૌચરમાં વિદેશી કટિંગ થતું હતુ ત્યારે બુટલેગરો પોલિસના હાથે ઝડપાઈ ગયા હતા. બુટલેગર TRB સુનિલકુમાર દીપકભાઈ ખાંટ, બુટલેગર GRD પ્રદીપ કુમાર મુકેશભાઈ ખાંટ, બુટલેગર TRB જયદીપકુમાર દલપતસિંહ તલાર અને બુટલેગર કરણ કુમાર રત્નાભાઇ ખાંટ એકબીજાની મદદ કરીને પીકઅપ ડાલા નંબર RJ 21GE 0078 માં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનું કોલવડા ગામની સીમમાં કટિંગ કરાવતા હતા.આ સમયે બે બુટલેગર TRB સુનિલકુમાર દિપકભાઈ ખાંટ, રહે. કોલવડા, તા. ધનસુરા અને GRD પ્રદિપકુમાર મુકેશભાઈ ખાંટ ઝડપાઈ ગયા હતા,જ્યારે અન્ય 3 બુટલેગર ફરાર થઈ ગયા હતા. ધનસુરા પોલીસની ટીમે વિદેશી દારૂની અલગ અલગ 1239 બોટલ મળીને કુલ 1,96,770 રૂપિયાનો દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો.

Advertisement

અરવલ્લી જિલ્લામાં હવે ટીઆરબી અને હોમગાર્ડના જવાનો પોલીસ કર્મચારીઓની રાહ ઉપર ચાલતા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. ધનસુરા પોલિસ સ્ટેશન અને ડી સ્ટાફ ની મીઠી નજર હેઠળ આ બધુ ચાલતું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. પહેલા રહિયોલ ગામે પોલિસ કર્મચારીના ઘરેથી એલ.સી.બી. એ દારૂનો જથ્થો પકડ્યો હતો, જેને લઇને ધનસુરા પોલિસની આબરૂના ધજાગરા ઉડતા, પોલિસ દારૂનો જથ્થો તો પકડ્યો, પણ તેમાં ટીઆરબી અને જીઆરડીની સંડોવણી સામે આવી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!