29.5 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines Women’s Day : વરસાદમાં પાણી પડતું હોવા છતાં, 30 વર્ષથી મહિલા દુધ...

Women’s Day : વરસાદમાં પાણી પડતું હોવા છતાં, 30 વર્ષથી મહિલા દુધ મંડળી ચલાવતી અરવલ્લીની મહિલા ટીમ

0
146

ભિલોડાના ડોડિસરા ગામે 30 વર્ષથી ચાલતી મહિલા દુધ મંડળી
મહિલાઓની પરિસ્થિતિ જોઈ જશોદાબહેને 30 વર્ષ પહેલા શરૂ કરી દુધ મંડળી
મજૂરીમાં યોગ્ય વળતર નહીં મળતા, મહિલાઓ પશુપાલન તરફ વાળી
જર્જરતિ અને દયનિય કમ્યુનિટી હોલમાં ચાલતી મહિલા દુધ મંડળી
વિકસીત ગામોની આધુનિક દુધ મંડળીની તુલનામાં ડોડિસરાની દુધ મંડળીનો વિકાસ ક્યારે?
મહિલા સશક્તિકરણની મોટી વાતે વચ્ચે જાતમહેનતે આગળ વધતી ડોડિસરા મહિલા દુધ મંડળી
તંત્રના ઉચ્ચ અધિકારીઓ રસ દાખવશે ખરા?
જર્જરિત કમ્યુનિટી હોલનું સમારકામ થાય, તો પણ યોગ્ય રીતે કામકાજ કરી શકે

અંકિત ચૌહાણ/જય અમીન
મહિલા સશક્તિકરણની વાતો બહુ કરવામાં આવતી હોય છે, જોકે મહિલાઓ કેવી રીતે આગળ આવે છે અને કેવી પરિસ્થિતિમાં કામ કરતી હોય છે, તેની વર્તમાન પરિસ્થિતિ ઉપર એક ડોકિયું પણ કરવું જોઈએ. મહિલાઓ પગભર કેવી રીતે થાય છે, અને ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં મહિલાઓની સ્થિતિ કેવી હોય છે, તે પણ જાણવું જોઈએ. આવી મહિલાઓને આગળ વધવું હોય છે, જોકે પ્રાથમિક સુવિધાઓ તેમના સુધી પહોંચવામાં દાયકાઓ નિકળી જતાં હોય છે.

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના મોટા ડોડિસરા ગામે મહિલાઓ દ્વારા ચાલતી દુધ મંડળી છે. આજથી 30 વર્ષ પહેલા એટલે કે, 1994માં દુધ મંડળીની શરૂઆત ગામના જશોદાબહેન નિનામાએ કરી હતી. રાજસ્થાન નજીક આવેલ અને ડુંગરિયાળ વિસ્તારમાં આવેલા આદિવાસી વિસ્તાર ધરાવતા મોટા ડોડિસરા ગામે પહેલા દુધ મંડળી નહોતી, જેને લઇને મહિલાઓ પહેલા તેમાંથી ઘી બનાવી તેનું વેચાણ કરતી હતી. દુધનું વેચાણ કરવા માટે દુધ સુધી જવું પડતું હતું અને ઘણી જ મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડતો હતો. ગામની મહિલાઓએ જણાવ્યું કે, દૂર સુધ દુધનું વેચાણ કરવા જવા છતાં, જોઈએ તેટલું વળતર નહોતું મળતું. બીજી બાજુ કેટલીક મહિલાઓ મજૂરી કામે જતી હતી, જેથી થોડાક પૈસાથી ઘરનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બનતું હતું.

મહિલાઓની આવી તકલીફો થી જશોદાબહેને 30 વર્ષ પહેલા એક નાનો વિચાર કર્યો કે, કંઈ કરવું જોઈએ અને મહિલા દુધ મંડળી સ્થાપવાનો વિચાર કર્યો. વર્ષ 1994માં દુધ મંડળીની સ્થાપના કરી હતી. આજે આ દુધ મંડળીમાં 220 મહિલા સભાસદો, 111 ગ્રાહકો છે, જેઓ સવાર-સાંજ 600 લીટર દુધ ભરાવે છે. દુધ મંડળીમાં આસપાસના નાના-મોટા ડોડિસરા, નવી વસાહત, રાયપુર તેમજ ધંધાસણની મહિલાઓ દુધ ભરાવવા માટે આવે છે. સેક્રેટરી તરીકે કામ કરતા જશોદાબહેન આજે મહિલાઓ માટે આદર્શ બન્યા છે, જોકે આજે પણ તેટલી જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. જશોદાબહેન જણાવે છે કે, દુધ મંડળી હાલ જે કમ્યુનિટી હોલમાં ચાલી છે, જેની હાલત દયનિય છે, અને ચોમાસાના સમયમાં ઘણી જ તકલીફ પડે છે. ગત ચોમાસામાં ભારે વરસાદ થયો હતો, જેને લઇને તેમના પતિ પતરા મુકવા માટે ગયા હતા, ત્યારે પતરું વાગતા, ત્રણ દિવસ સુધી હિંમતનગર ખાતે આઈસીયુમાં દાખલ કરવા પડ્યા હતા.

વિકસિત ગામોમાં સરકાર અને તંત્ર જોઈએ તે તમામ સવલતો પુરૂ પાડતી હોય છે જોકે, અંતરિયાળ વિસ્તારોમાં સરકાર કેમ પહોંચી શકી નથી તે સવાલ છે. હાલ સહકારી ક્ષેત્રે પણ હરણફાળ વિકાસ થયો છે, જોકે સહકારી ડેરી પણ મહિલાઓ સામે ન જોતું હોય તેવું સ્પષ્ટ લાગે છે. ચોમાસું હોય કે શિયાળો, ગમે તેવી પરિસ્થિતિમાં મહિલા દુધ મંડળીની મહિલાઓ આ તમામ તકલીફોનો સામનો કરીને અન્ય મહિલાઓને સારૂ વળતર મળે તેવા પ્રયાસો કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!