29.5 C
Gujarat
Monday, July 13, 2026
Home ગુજરાત અરવલ્લી ભાજપ પ્રમુખ કોણ બનશે? અવાજમાં મધ રેડતા નેતાઓ… મને ખબર...

અરવલ્લી ભાજપ પ્રમુખ કોણ બનશે? અવાજમાં મધ રેડતા નેતાઓ… મને ખબર છે કે, હું બનીશ.. પણ વિશ્વાસ નથી….

0
155

અંકિત ચૌહાણ/જય અમીન
ભારતીય જનતા પાર્ટીમાં જિલ્લા પ્રમુખની જાહેરાતો થવાની છે, ત્યારે ભાવી પ્રમુખના સપના જોતા અને કાર્યકાળ પસાર કરી ચુકેલા નેતાઓમાં એક ઉત્સુકતા જોવા મળી રહી છે. રાજ્યના વિવિધ જિલ્લાના પ્રમુખ ની 6 માર્ચના રોજ જાહેરાત થવાની છે, તે પહેલા દિવસ દરમિયાને એક નેતા બીજા નેતાને ફોન કરીને હાલચાલ પૂછવા લાગી ગયા છે. કેમ છો, શું કરો છો, વગેરે વગેરે… આવો કાર્યક્રમ દિવસ દરમિયાન અને રાત્રીના ફરીથી ટેલિફોનિક ચર્ચાઓ હસતા મુખે થવા લાગી છે. રાજનીતિક મીઠી દુશ્મની હોવા છતાં પણ આજે એકમેકના બનીને, પૂછતાછનો દોર શરૂ થયો છે.

અરવલ્લી જિલ્લા ભાજપના આગેવાનોની સ્થિતિ પણ આવી જ જોવા મળી રહી છે. છેલ્લા ઘણાં સમયથી ભાજપમાં પ્રમુખ પદ માટે એકબીજાને કોણી મારી-મારીને ઠોંસતા પણ નજરે પડતાં હોય છે, તેમાં પણ ખાસ કરીને એક ટીમના નેતા, બીજી ટીમને જોઈને મન મક્કમ રાખીને હસતા નજરે પડતાં હતા. અરવલ્લી ભાજપમાં હાલ, એવા નેતાઓ દુ:ખી છે, જે રેસમાં જ નથી, અને તે લોકો ચિંતિત છે, જે લોકોના નામ રેસમાં છે.

રાજ્યના વિવિધ જિલ્લામાં આગામી ટર્મ માટે ટીમ કેપ્ટન કોણ નક્કી થાય છે, તે જોવું રહ્યું. પૂનમ ભરતા નેતાઓ પણ હાથમાંથી જતી બાજી મારી શકે, તો નવાઈ નહીં. ભાજપમાં એવી સ્થિતિ છે કે, કોનું નામ ક્યારે અને કેવી રીતે નિકળી શકશે, તે કહેવું લગભગ મુશ્કેલ છે, પણ એવા નેતાઓને પણ નકારી શકાતા નથી, જેમની સાથે અન્યાય થયો હોય. ભાજપ માટે ચૂંટણી સમયે, જાત ઘસી નાંખનાર નેતાઓ પણ હાર માનવા તૈયાર નથી. આવા નેતાઓને બહાર કોઈ પૂછે કે, કેમ છો ? તો હાથ જોડી, હસતા મુખે ઉપર ઈશારો કરી, કહતા હોય છે કે, બસ સારૂ… આવા નેતાઓ પણ હાલ પોતે રેસમાંથી બહાર થયા નથી, તેવું માની લીધું છે.

ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન હવે, ભૂતકાળ જોઈને નહીં, પરંતુ, 2027 ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને, જિલ્લા ભાજપ પ્રમુકની નિમણૂક કરશે. અરવલ્લી જિલ્લા ભાજપમાં પણ ક્યાંક મનદુખ અને પેટા વિભાગો પડી ગયા છે, જે બાબતોને ધ્યાનમાં રાખી, તમામ મતભેદ દૂર થાય, તેવા વિચારો સાથે ઉમેદવાર પર મહોર મારશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!