27.9 C
Gujarat
Monday, July 13, 2026
Home ગુજરાત અરવલ્લી : જીલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનોખી ઉજવણી, મહિલાઓએ બાળપણની મઝા તાજી...

અરવલ્લી : જીલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનોખી ઉજવણી, મહિલાઓએ બાળપણની મઝા તાજી કરી

0
84

અરવલ્લી જિલ્લા કલેકટર પ્રશસ્તિ પરીકના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. મહિલા અને બાળ વિભાગ દ્વારા મોડાસાના ઓધારી તળાવ ખાતે બાળપણની યાદો સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહિલાઓએ વિવિધ રમતો રમી આણંદ ઉત્સાહ સાથે બાળપણની જેમ જ મજા કરી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી. આ રમતોમાં વિજેતા બનેલી મહિલાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા

આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે જીલ્લા SP શૈફાલી બારવાલે મહિલાઓને સંબોધિત કરતા જણાવ્યું હતું કે કે આજના સમયમાં દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ વધી રહી છે. અને તમામ સફળ મહિલાઓએ અન્ય મહિલાઓને આગળ વધવા મદદરૂપ થવાની જરૂર છે. તો જિલ્લા વિકાસ અધિકારી દિપેશ કેડિયાએ મહિલાઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી તમામ પરિવારમાં દીકરા દીકરી સાથે સમાન વ્યવહાર કરવા જણાવ્યું હતું

આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર પ્રશસ્તિ પરીકએ મહિલાઓને પોતાનું મહત્વ સમજવા જણાવ્યું. આ ઉપરાંત દરરોજ પોતાના માટે સમય કાઢી પોતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અને જાગૃત થવા જણાવ્યું. મહિલા પરિવારનો પાયો હોય છે અને તેમનું પોતાના પ્રત્યે જાગૃત રહેવું બાળકો માટે પણ પ્રોત્સાહક હોય છે તે પણ જણાવ્યું હતું

આજના કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી હસીના મન્સુરી, નાયબ કલેકટર વંદનાબેન, મામલતદાર મોડાસા ગોપીબેન, જિલ્લા માહિતી અધિકારી નિધિ જયસ્વાલ, POSH અધિનિયમ ચેરમેન વનિતાબેન, લોક વિજ્ઞાન કેન્દ્રના પ્રતિનિધિ ચંદનબેન સહિતના અધિકારીઓ, સામાજિક કાર્યકરો, મહિલા અને બાળ વિભાગના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!