27.9 C
Gujarat
Monday, July 13, 2026
Home ગુજરાત મોડાસા : મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળની BBA,BCA અને MSC (સી.એ એન્ડ આઈ...

મોડાસા : મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળની BBA,BCA અને MSC (સી.એ એન્ડ આઈ ટી) કોલેજનો સંયુક્ત વાર્ષિકોત્સવ ઉજવાયો

0
70

 

શ્રી બી.એચ.ગાંધી બીબીએ, માતૃશ્રી એલ.જે. ગાંધી બી.સી.એ તેમજ શ્રીમતિ વી.વી.શાહ એમ.એસ.સી. (સી.એ & આઈ.ટી) કોલેજ નો સંયુક્ત વાર્ષિકોત્સવ ભામાશા હોલ, કોલેજ કેમ્પસ ખાતે રાખેલ, જેમાં આવેલ મહેમાનો નું સ્વાગત પ્રિ. જયદીપ ભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવેલ જેમાં મંડળના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ વી. શાહ, ઉપપ્રમુખ અરવિંદભાઈ જે મોદી, પૂર્વ પ્રમુખ નવીનચંદ્ર મોદી, બીબીએ કોલેજ માનદ મંત્રી રમેશભાઈ પી. શાહ ની હાજરીમાં વિશેષ ઉપસ્થિતી માં મુખ્ય મહેમાન ડૉ. જયકુમાર પટેલ (ડીન, ચૌધરી ટેકનિકલ ઈન્સ્ટીટ્યુટ, ગાંધીનગર) ડૉ. નારાયણ બાસેર (પ્રોફેસર, પંડિત દિનદયાલ એનર્જી યુનિ.) દ્વારા વિદ્યાર્થીઓને વિશેષ પથદર્શક માર્ગદર્શન અપાયું. વર્ષ દરમિયાન ની વિવિધ પ્રવૃતિ નો એહવાલ પ્રિ. તુષારભાઈ ભાવસાર એ રજૂ કર્યો હતો.

વાર્ષિકોત્સવ- ૨૦૨૫ મા ત્રણેય કોલેજનાં યુનિવર્સિટી ટોપર આવેલ વિધાર્થીઓ ને સૂવર્ણ-ચંદ્રકો, ટ્રોફી તેમજ સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવ્યાં, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે વિધાર્થીઓએ સ્ટેજ પર્ફોમન્સ કર્યું, અંતે કાર્યક્રમની સફળતા બદલ પ્રિ. અર્પિત જોષી દ્વારા સ્ટાફમિત્રો અને આયોજનમાં મદદરૂપ વિધાર્થીઓનો આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!