27.9 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines ચક દે ઇન્ડિયા : 12 વર્ષ બાદ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ફાઈનલમાં ભારતની...

ચક દે ઇન્ડિયા : 12 વર્ષ બાદ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ફાઈનલમાં ભારતની શાનદાર જીત

0
252

 

ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ચેમ્પિયન બન્યું છે. દુબઈમાં રમાયેલી ફાઈનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ત્રીજું ટાઇટલ મેળવ્યું છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ 12 વર્ષે ટ્રોફી પર કબજો કર્યો છે. ફાઈનલમાં કેપ્ટન રોહિત શર્માએ 76 રન બનાવ્યા હતા. તો શ્રેયસ અય્યરે 48 રન બનાવ્યા હતા. અંતે રાહુલ, હાર્દિક અને જાડેજાએ ટીમને જીત અપાવી હતી. ઉપરાંત રોહિત શર્માની કેપ્ટનશિપમાં ભારતે 9 મહિનામાં બીજી ICC ટુર્નામેન્ટ જીતી છે.

ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ મેચમાં આખરે ટીમ ઈન્ડિયાએ જીત નોંધાવી છે. શરૂઆતમાં રોહિત શર્માની તોફાની બેટિંગ બાદ એક બાદ એક વિકેટ ગુમાવવાના કારણે ભારતીય ફેન્સના ધબકારા વધી ગયા હતા. જોકે રોમાંચક મેચના અંતે ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત નોંધાવી હતી

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!