28.3 C
Gujarat
Tuesday, August 4, 2026
Home ક્રાઇમ પંચમહાલ : ગોધરા શહેરના ભુરાવાવ ઓવરબ્રીજ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં કારચાલકે...

પંચમહાલ : ગોધરા શહેરના ભુરાવાવ ઓવરબ્રીજ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં કારચાલકે ત્રણને અડફેટે લેતા એકનુ મોત

0
88

ગોધરા

ગોધરા શહેરના ભુરાવાવ ઓવરબ્રીજ પાસે એક કારચાલકે મોપેડ પર સવાર ત્રણ લોકોને અડફેટે લીધા હતા. તે પૈકી એક ઈસમનુ મોત થયુ હોવાની વિગત સાપડી રહી છે.

ગોધરા શહેરના ધમધમતા ભુરાવાવ ઓવર બ્રીજ પર મોડી રાતે હીટ એન્ડ રનની ઘટના બની છે. જેમા એક કાર ચાલકે ઓવર બ્રીજ પાસે મોપેડ પર સવાર થઈને જતા ત્રણ જણને અડફેટે લીધા હતા. જેના કારણે તેઓ રોડ પર પટકાયા હતા. જેના કારણે રોડ પર પટકાતા ઈજાઓ પહોચી હતી. આસપાસના સ્થાનિકો એકત્ર થઈ જતા તેઓન ગોધરા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.આ પૈકી એક પ્રજ્ઞેશ ભાઈ નામના વ્યક્તિ નું મોત થઈ ગયું છે. સમગ્ર મામલાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.હાલ તો કાર ચાલક અકસ્માત કરીને ભાગી ગયો છે પોલીસ દ્વારા તેની શોધખોળ હાથ ઘરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!