32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત પંચમહાલ : ગોધરા 108 એમ્બ્યુલન્સમાં પાઇલોટ રમેશભાઈ ચૌહાણનું હાર્ટ એટેકના હુમલાથી...

પંચમહાલ : ગોધરા 108 એમ્બ્યુલન્સમાં પાઇલોટ રમેશભાઈ ચૌહાણનું હાર્ટ એટેકના હુમલાથી દુઃખદ અવસાન

0
78

ગોધરા.

ગોધરા શહેર સહિત જિલ્લામાં 108 એમ્બ્યુલન્સમાં પાઇલોટ તરીકે વર્ષોથી સેવા આપતા રમેશભાઈ ચૌહાણનું અચાનક હાર્ટ એટેકના હુમલાથી દુઃખદ અવસાન થતાં 108 એમ્બ્યુલન્સની ટીમમાં શોક ની લાગણી પ્રસરી જવા પામી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 48 વર્ષીય રમેશભાઈ ચૌહાણ ફરજ પરથી છૂટ્યા બાદ અચાનક તબિયત લથડી હતી. જેથી તેઓને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન રમેશભાઈ ચૌહાણનું દુઃખદ અવસાન થયું હતું. રમેશભાઈ ચૌહાણનું અચાનક અકાળે અવસાન થતાં પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. બીજી બાજુ ગોધરા 108ના સ્ટાફ અને સિવિલ હોસ્પિટલના કર્મચારીઓએ પણ રમેશભાઈ ચૌહાણ ના અવસાનને લઈને શોક વ્યક્ત કર્યો છે. વર્ષોથી લોકોની સેવામાં કાર્યરત રહેલા રમેશભાઈના અવસાનથી તમામ સ્ટાફ શોકમગ્ન છે. સહકર્મચારીઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. 108 એમ્બ્યુલન્સમાં રમેશભાઈ ચૌહાણ પાઇલોટ તરીકે તેમણે અનેક લોકોને સમયસર સારવાર મળે તે માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!