32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત પંચમહાલ : વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના હસ્તે શહેરા માં ચકલીના માળા નું...

પંચમહાલ : વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના હસ્તે શહેરા માં ચકલીના માળા નું નાગરિકોને વિતરણ કરાયું

0
91

શહેરા

વિશ્વભરમા ચકલીની પ્રજાતિ લુપ્ત થતી જાય છે. તેનુ જતન કરવુ એ નાગરિકોની ફરજ છે. પંચમહાલ જિલ્લા ના શહેરા ખાતે વિશ્વ ચકલી દિવસના ઉજવણીના ભાગ રુપે વનવિભાગ દ્વારા ચકલીના માળાનુ વિતરણ કરવામા આવ્યુ હતુ. જેમા શહેરાના ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના હસ્તે નાગરિકોને ચકલીના માળાનુ વિતરણ કરવામા આવ્યુ હતુ.અને તેની જાળવણી કરવા પણ અનુરોધ કરવામા આવ્યો હતો.

 

ગુજરાત રાજ્યના વન વિભાગ દ્વારા ચકલી દિવસની ઉજવણી ના ભાગરૂપે પંચમહાલ જિલ્લાના શહેરા નગર ખાતે વન વિભાગ દ્વારા ચકલીના માળા વિતરણ કરવામાં આવ્યા હતા . આ પ્રસંગે શહેરા વિધાનસભાના ઉપાધ્યક્ષ અને ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના હસ્તે નગરજનોને માળાનું વિતરણ કરવામાં આવ્યા હતા.પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી નિમિત્તે ચકલીના માળાનૂ વિતરણ કરવાનો કાર્યક્રમ વનવિભાગ દ્રારા યોજવામાં આવ્યો હતો.20 માર્ચથી 31 માર્ચ સુધી વન વિભાગ દ્વારા ચકલી દિવસ ઉજવાઈ રહ્યો છે.ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડના હસ્તે વિતરણ નાગરિકોને કરવામાં આવ્યુ હતું.3000 જેટલા ચકલીના માળાઓનું વિતરણ કરવામાં આવ્યુ હતું. વન વિભાગના RFO રોહિત પટેલ તેમજ વન વિભાગના કર્મચારીઓ, શહેરા નાગરિક અગ્રણીઓ હાજર રહ્યા હતા.વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે જણાવ્યુ હતુ કે ચકલી જેવી નાની પ્રજાતિ લુપ્ત થતી જાય છે.મે અને વનવિભાગ સાથે મળીને એક ઉમદા વિચાર કર્યો અને ચકલીના માળાનુ વિતરણ કરવામા આવ્યુ છે. અમે શહેરાના નાગરિકોને માળાનુ વિતરણ કર્યુ. ચકલી જેવા નાના પક્ષીઓ માટે જાગૃત થવાની જરુર સાથે પાણીની પણ વ્યવસ્થા કરવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!