32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લીઃ મોડાસા-બાયડ માર્ગ પર રહિયોલ રેલ્વે ફાટક પરથી પસાર થવું વાહનચાલકો માટે...

અરવલ્લીઃ મોડાસા-બાયડ માર્ગ પર રહિયોલ રેલ્વે ફાટક પરથી પસાર થવું વાહનચાલકો માટે જોખમી

0
87

રહિયોલ રેલ્વે ફાટક ખખડધજ અને માર્ચ બિસ્માર હાલતમાં અકસ્માત થવાનો ભય
સાબરકાંઠા-અરવલ્લી સાંસદ શોભનાબેને આ બાબતે રેલ્વે મંત્રીને રજુઆત કરી યોગ્ય કાર્યવાહી કરાવવાની લોકમાંગ ઉભી થઈ છે

અરવલ્લી જિલ્લાના મોડાસા થી બાયડ આવવાના મુખ્ય માર્ગ પર રહિયોલ રેલવે ફાટક આજકાલ જોખમી બની રહ્યું છે…!!! આ રેલ્વે ફાટક એટલું ખખડધજ હાલતમાં છે કે ગમે ત્યારે અકસ્માત સર્જાવાનો ભય રહેલો છે જો અહીં અકસ્માત સર્જાય તો આના માટે જવાબદાર કોણ…???

આ રેલવે ફાટક પરથી પસાર થવાનો માર્ગ એટલો બધો ખરાબ છે કે અહીંથી વાહન ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે અહીં એટલા મોટા ખાડા છે કે જાનહાની સહિતનો અકસ્માત સર્જાવાનો ભય રહેલો છે..!!! સાબરકાંઠા અરવલ્લીના સાંસદ શોભનાબેન બારૈયાએ આ બાબતે રેલવે મંત્રીને રજૂઆત કરી ખખડધજ રહિયોલ રેલવે ફાટક અને માર્ગનું સમારકામ થાય તે ધ્યાને લેવાની જરૂર છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!