37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત 27 માર્ચ વિશ્વ રંગભૂમિ દિવસ : સરડોઈના ભવાઈ કલાકાર રણછોડભાઈ નાયક ભવાઈ...

27 માર્ચ વિશ્વ રંગભૂમિ દિવસ : સરડોઈના ભવાઈ કલાકાર રણછોડભાઈ નાયક ભવાઈ ને લુપ્ત થતી બચાવવા છેલ્લા શ્વાસ સુધી ઝઝૂમ્યા

0
186
 તા.૨૭ માર્ચ વિશ્વ રંગભૂમિ દિવસ છે પરંતુ ધીમે ધીમે કલાના ક્ષેત્રમાંથી રંગભૂમિની રોનક અને ભવાઈના ભૂંગળ સહિતની કલા નેસ્ત નાબૂદ થઈ રહી છે ત્યારે માથે ઓઢી ઓઢણી, પગે બાંધ્યા ઘૂઘરા અમે ઘાઘરી પેરીને પડ માં ઘૂમ્યા જોનાર કોઈના મળ્યા જેવી કાગ બાપુની કવિતાના મણકા સમયાંતરે વિસરાતા જોવા મળી રહ્યા છે
અરવલ્લી જીલ્લાના સરડોઈ, અડપોદરા સહિતના નાયક પરિવારો દ્વારા ભજવાતી ભવાઈ ગુજરાતમાં મોખરાનું સ્થાન ધરાવતી હતી સરડોઈ ગામના રણછોડ ભાઈ ચુનીભાઈ નાયક અમર સ્ત્રી પાત્રોના અભિનયથી રંગભૂમિ સજાવી હતી અને ભવાઈ કળાને જીવંત રાખવા માટે અંતિમ શ્વાસ સુધી ઝઝૂમ્યા હતા
વિચરતા સમુદાય સમર્થન મંચના રંગભૂમિ-ભવાઈ કલા પ્રેમીઓ અફસોસ સાથે જણાવી રહ્યા છે કે ગ્રામ્ય વિસ્તારોમાં મનોરંજન પૂરું પાડનારા રંગભૂમિના મંચ પર ભવાઈ ભજવતા ભવાઈકલાકારોની કલા લુપ્ત થવાની અને વિસરાઈ રહી હોવાનું અફસોસ પૂર્વક જણાવ્યું હતું
અરવલ્લી-સાબરકાંઠાના જીલ્લાના જાણીતા ભવાઈ કલાકાર સ્વ.રણછોડભાઈ ચુનીભાઈ નાયકના પુત્ર દિનેશ નાયકના જણાવ્યા અનુસાર ભવાઈ મંડળીઓમાં સ્ત્રીઓની અને ઐતિહાસિક પાત્રોની વેશભૂષામાં ફક્ત પુરુષો ભવાઈ ભજવતા હોય છે ખાસ કરીને સ્ત્રી વેશભૂષા ભજવતા કલાકારોની કલા કાબિલે દાદ હતી અને સ્ત્રી પાત્ર ભજવતા પુરુષોની ભારે બોલબાલા હતી  સરકાર દ્વારા ભવાઈ કલાને બચાવવા પ્રયાસો અપૂરતા હોવાનું જણાવ્યું હતું ભવાઈ કલા આધુનિક યુગમાં ટીવી,મોબાઈલ, મલ્ટીપ્લેક્સ થિયેટર અને ઈન્ટરનેટના યુગમાં લુપ્ત થઈ રહી હોવાનું જણાવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!