37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : આઝાદીના 75 વર્ષે પછી પણ જનતાને રસ્તા જેવી સુવિધા માટે...

અરવલ્લી : આઝાદીના 75 વર્ષે પછી પણ જનતાને રસ્તા જેવી સુવિધા માટે ધરમધક્કા,વાંચો સમગ્ર અહેવાલ

0
65

અરવલ્લી જીલ્લાના બાયડના જુની વાસણીથી માથાસુલીયા સુધીના રસ્તા માટે લોકોને કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવું પડે છેઃ આ છે લોકશાહીની કમનસીબી

અરવલ્લી જીલ્લા પંચાયતની વહીવટી પાંખ અને શાસક પક્ષના ગજગ્રાહ વચ્ચે જનતાને કામ માટે ધરમધક્કા ખાવા પડે છે

જીલ્લામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત કરાયેલા કામો આજે પણ અધુરા છે

સરકારી બાબુઓ અને કોન્ટ્રાકટરોની મિલી ભગતના કારણે જીલ્લામાં કેટલાયે માર્ગ આજે પણ અધુરા

આવા કોન્ટ્રાક્ટરો સામે પગલાં કેમ લેવામાં આવતાં નથી

ભારત દેશને આઝાદ થયે 75 વર્ષ જીતી ગયા તેમ છતાં આપણા દેશની નેતાગીરી અને સરકારી બાબુઓના ગજગ્રાહ વચ્ચે આજે પણ જનતા પીસાઈ રહી છે…!!!
અરવલ્લી જીલ્લામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ થયેલા કામો આજે પણ અધૂરા છે…!!! મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અરવલ્લી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભ્રષ્ટાચારની ગંગોત્રી સાબિત થઈ છે….!!!

અરવલ્લી જિલ્લામાં આજે પણ ગ્રામ્ય વિસ્તારોમાં એવા કેટલાયે માર્ગો છે જે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજૂર થયેલા છે જે માર્ગ 2023 થી 2024 માં પૂર્ણ કરવાની મુદત હતી તેમ છતાં આજે પણ જીલ્લાના ગામડે ગામડે આવા કેટલાય માર્ગના કામ અધૂરા છે..!!!

આવી જ એક વાત બાયડ તાલુકાના જૂની વાસણીથી માથાસુરીયા સુધીના રસ્તાની છે…!!!

બાયડ તાલુકાના નવી વાસણી, જુની વાસણીથી માથાસુરીયા ગામ સુધી જવાનો રસ્તો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજૂર થયો હતો વર્ષોથી રાહ જોતા આ વિસ્તારમાં લોકોને લાગ્યું કે ચાલો હવે આપણને પાકી સડક મળશે..!!!
પરંતુ આ વિસ્તારના લોકોની આ આશા ઠગારી નીવડી…!!!
જૂની વાસણી ગામથી માથાસુરીયા ગામે જવાની પાકી સડક માર્ચ 2023 થી શરૂ કરી એપ્રિલ 2024માં પૂર્ણ કરવાની મુદત હતી
જે આજે માર્ચ 2025 માં પણ આ વિસ્તારના લોકો પાકી સડકથી વંચિત છે..!! આજે પણ આ વિસ્તારમાં ગ્રામજનોને કલેકટર કચેરીએ સડકનું કામ પૂર્ણ કરવા આવેદનપત્ર આપવું પડે છે…!!!
આજની લોકશાહીની કમનસીબી નહીં તો બીજું શું કહેવાય…!!!
ધન્યવાદ છે આ વિસ્તારના નેતાઓને કે જનતાને કલેક્ટર કચેરીએ ધક્કા ખાવા પડે છે….!!!

નવી વાસણી, જુની વાસણીથી માથાસુરીયા જવાના માર્ગ પર નદી પર આવેલ ડીપ નું કામ પણ અધૂરું હોવાથી અને ડાયવર્ઝન આપવામાં આવ્યું ના હોવાથી ગ્રામજનોને અવરજવરમાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે…!!!
જૂની વાસણી, નવી વાસણી અને માથાસુરિયાના ગ્રામજનોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે વારંવાર તંત્ર સમક્ષ રજૂઆતો કરવા છતાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજૂર થયેલું અને એપ્રિલ 2024 માં જે સડકને કામ પૂર્ણ કરવાનું હતું જે આજે પણ અધુરું છે જેને લઈને આ વિસ્તારમાં લોકોમાં રોષ ફેલાયો છે લોકોએ વધુમાં જણાવ્યું હતું રસ્તાનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે…!!!

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!