38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત સાબરકાંઠા : ઈડરના સાપાવાળા ખાતે વિશ્વ હોમિયોપેથિક દિવસ નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પ...

સાબરકાંઠા : ઈડરના સાપાવાળા ખાતે વિશ્વ હોમિયોપેથિક દિવસ નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

0
76

સાબરકાંઠાના ઇડર તાલુકાના સાપાવાડા મુકામે વિશ્વ હોમીઓપેથીક દિવસ ઉજવણી નિમિત્તે , નિયામકશ્રી આયુષની કચેરી તથા આયુર્વેદ શાખા- જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીના માર્ગદર્શન હોમિયોપેથીક તથા આયુર્વેદિક સર્વ રોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન હીમાંશુભાઈ નિનામાં ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો.

આ કેમ્પનો લાભ લોકોએ બહોળી સંખ્યામાં લીધો. અહીં રોગપ્રતિકારક હોમીઓપેથી દવાનું વિતરણ ,ડાયાબિટીસ તપાસ તથા પોષણને લગતી માહિતી આપવામાં આવી હતી. રોગ અનુસાર યોગ નિર્દેશન કરાવવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ડો. જગદીશભાઈ કટારા, ડો મહેશ પોકાર, ડો ધર્મેશભાઈ પંડ્યા, ડો સોનલબેન પટેલ તથા ફાર્માસિસ્ટ ,યોગ ઇન્સ્ટ્રકટર તથા સેવકોએ સેવા આપી હતી. આ કેમ્પનું સફળ અયોજન સરપંચશ્રી હરેશભાઇ, રોટરી ક્લબ -ઇડર, નીલકંઠ મહાદેવ મંદિર તથા આરોગ્ય કેન્દ્રએ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!