33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines Govt. of Gujarat લખેલી બોલેરોમાંથી દારૂ પકડવા મામલો મોટો ખુલાસો, વાંચો...

Govt. of Gujarat લખેલી બોલેરોમાંથી દારૂ પકડવા મામલો મોટો ખુલાસો, વાંચો ક્યાં વપરાતી હતી બોલેરો

0
136

અરવલ્લી જિલ્લામાં સતત Government of Gujarat ગાડીઓમાં ગેરરિતી થતી હોવાની કામગીરીનો પોલિસ પર્દાફાશ કરી રહી છે. Government of Gujarat લખેલા પાટિયા લગાવીનો રોલો પાડતા ચાલકોની કરતૂત ધીરે-ધીરે સામે આવી રહી છે. બે દિવસ પહેલા પોલિસે Government of Gujarat લખેલી બોલેરો ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો, જે બોલેરો જીપ 5 માસ પૂર્વ જિલ્લા પંચાયતમાં કાર્યરત હોવાનું તપાસમાં ખુલ્યું છે.

મોડાસા શહેરના સર્વોદયનગર વિસ્તારમાંથી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે Government of Gujarat લખેલી બોલેરો ગાડીમાંથી વિદેશી દારુનો જથ્થો ઝડપી પાડ્યો હતો. દારુની હેરાફેરી કરવા આરોપીએ બોલેરો કાર પર Government of Gujarat લખાણનો ઉપયોગ કર્યો હતો, જેમાં 403 જેટલી વિદેશી દારુની બોટલો સાથે બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. સમગ્ર મામલે 2 શખ્સ ગુનો રજીસ્ટર કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. પોલિસે આરોપીઓને જિલ્લા કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. પોલિસની પ્રાથમિક તપાસમાં ગાડીનો ઉપયોગ સરકારી કોન્ટ્રાક્ટમાં કે સરકારી કર્મચારી કરતા હોવા અંગે તપાસ કરતા, બોલેરો ગાડી 5 માસ પૂર્વ જિલ્લા પંચાયત વિભાગની કચેરીમાં કાર્યરત હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.

અગાઉ પણ Government of Gujarat ના લખાણ વાળી ગાડીમાંથી મોડાસા ટાઉન પોલીસે ગૌમાંસની હેરાફેરી ઝડપી પાડી હતી.Government of Gujarat ના લખાણના વાહનોમાં હવે ગુનાઈત પ્રવૃત્તિ ને નાબૂદ કરવા અરવલ્લી પોલીસ વડા શેફાલી બારવાલનાઓએ પોલીસને આવા વાહનોનું ચેકપોસ્ટ સહિત ટ્રાફિક પોલીસ દ્વારા અસરકાર ચેકીંગ કરવા આદેશ કરવામાં આવ્યા હોવાનું આસિસ્ટન પોલીસ અધિક્ષક સંજય કુમાર કેસવાલાએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!