જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલી આતંકી ઘટનાને લઇને સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે. આતંકીઓ દ્વારા કરવામાં આવેલી અંધાધૂંધ ફાયરિંગથી માસૂલ લોકોના મોત નિપજ્યા હતા. પહેલામમાં હાલ ઉનાળાના વેકેશનમાં પ્રવાસીઓ હરવા-ફરવા માટે ગયા હતા, જ્યાં કાયર આતંકીઓએ ભોળા પ્રવાસીઓને પીઠ પાછળ બંદૂકની ગોળીઓ મારી કાયરતા બતાવી હતી, જેને લઇને એક-એક વ્યક્તિમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ઠેર-ઠેર કેન્ડલ માર્ચ તેમજ પ્રધાનમંત્રી થી લઇને રાષ્ટ્રપતિ સુધી આવેદન પત્રો કલેક્ટર મારફતે પહોંચાડવામાં આવી રહ્યા છે.
અરવલલ્લી જિલ્લામાં પણ લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. પહેલગામની ઘટનાને લઇને અરવલ્લી જિલ્લાના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને આતંકી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. અરવલ્લી જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનોએ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર મારફતે પ્રધાનમંત્રી સુધી આવેદન પત્ર પહોંચાડ્યું છે. આવેદન પત્ર આપીને આતંકીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ સાથે જ સંગઠનોનું કહેવું હતું કે, એરસ્ટ્રાઈક કરીને પણ આતંકીઓના અડ્ડા સાફ કરીને આતંકવાદીઓનો ખાત્મો કરી દેવામાં આવે. આ સાથે જ પહેલગામની ઘટનામાં જે લોકોના મૃત્યુ થયા છે, તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.





