33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત પંચમહાલ: પહેલગામ હુમલા ને લઈને શહેરામાં સજ્જડ બંધ,આવેદનપત્ર આપીને આતંકવાદીઓ સામે કાર્યવાહી...

પંચમહાલ: પહેલગામ હુમલા ને લઈને શહેરામાં સજ્જડ બંધ,આવેદનપત્ર આપીને આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવાની માંગ

0
74

શહેરા,
જમ્મુ કાશ્મીરમાં થયેલા હુમલાને લઈને સમગ્ર દેશમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પંચમહાલ જિલ્લામાં પણ જનતામાં ભારે આક્રોશ આતંકવાદી હુમલાને લઈ જોવા મળી રહ્યો છે. જિલ્લાના શહેરા નગરમાં આજે સ્વયંભૂ રીતે બંધ પાડીને દુકાનો બંધ રાખવામાં આવી હતી. નાગરિકો વેપારીઓએ ભેગા મળીને તંત્રને આવેદનપત્ર આપીને આ મામલે કડક કાર્ય કરવાની માંગ કરવામાં આવી હતી.

પહેલગામના હુમલાને લઈને પંચમહાલ જિલ્લાના શહેરામાં વેપારીઓએ બજાર સ્વયંભૂ બંધ રાખ્યું હતુ.શહેરા નગરના પરવડી બજાર, મુખ્ય બજાર બસ સ્ટેન્ડ,વિસ્તાર પોલીસ સ્ટેશન વિસ્તાર, નાડા રોડ સહિતના વિસ્તારોમાં દુકાનો બંધ રહી હતી. તાલુકા સેવા સદન ખાતે જઈ મામલતદાર ધર્મેન્દ્ર પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. નાગરિકો દ્વારા પાકિસ્તાન હાય હાય પાકિસ્તાન મુર્દાબાદ ના નારા લગાવવામાં આવ્યા હતા. મામલતદાર કચેરીની બહાર બે મિનિટ મૌન પણ હુમલામાં ભોગ બનેલા નાગરિકો માટે પાડવામાં આવ્યુ હતુ.આવેદનપત્ર આપવા હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ, રાજકીય અગ્રણીઓ વેપારીઓ, ડોક્ટરો, મહિલાઓ તેમજ તાલુકાના સરપંચો અને તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો નાગરિકો, ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!