29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત આમનું શું કરવાનું? લીકેજ શોધવા 20 દિવસથી ખાડો ખોદી નાખ્યો, મોડાસા નગરપાલિકા...

આમનું શું કરવાનું? લીકેજ શોધવા 20 દિવસથી ખાડો ખોદી નાખ્યો, મોડાસા નગરપાલિકા ની કામગીરી પર સવાલો

0
88

અરવલ્લી જિલ્લામાં સરકારી કામગીરી છાશવારે પ્રકાશમાં આવતી હોય છે ત્યારે મોડાસા નગરપાલિકાની એવી કામગીરી સામે આવી છે, કે, લોકો મજાક બનાવી રહ્યા છે. મોડાસા નગરપાલિકા વોર્ડ ન 6 માં આવેલ શહિદ મોહમ્મદ રફીક સોસાયટી, જમાલવાવ, માં નગરપાલિકા દ્રારા પીવાનાં પાણીમાં ગંદા ગટર ના પાણીની પાઇપ લાઈન લિકેજ શોધવા માટે 20 દિવસ અગાઉ ખાડો ખોદવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ ખાડો સોસાઈટી માં આવવા જવા માટે ના એક માત્ર રસ્તા ખોદવામાં આવેલ છે જેના કારણે સોસાયટીના રહીશોની દૈનિક અવરજવર પર વ્યાપક અસર પડી રહી છે. ખાડો ખુલ્લો હોવાને કારણે નાનાં બાળકોથી લઇ વૃદ્ધ લોકો માટે જીવલેણ મુશ્કેલી ઉભી થઇ છે અને કોઇ ગંભીર દુર્ઘટનાનો ભય સતત મંડરાઈ રહ્યો છે. વધુમાં આવી કાળ જાળ ગરમીમાં સોસાયટી ના રહીશો 20 દિવસથી પાણી વિના ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે . જોકે, દુર્ભાગ્યવશ આ સમયગાળા દરમિયાન કોઇપણ કોર્પોરેટર કે નગરપાલિકાના કર્મચારી દ્વારા આ સમસ્યાના નિરાકરણ માટે કોઇ પગલાં લેવામાં આવ્યા નથી.

સોસાયટીના રહીશો ની માંગ છે કે કોઈ ખાડા ના કારણે કોઈ જાનહાની તે પહેલા તાત્કાલિક અસરથી સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!