29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી જિલ્લામાં પ્રિ મૉન્સૂન કામગીરી સંતોષકારક કરવા જિ. પં. ના પૂર્વ પ્રમુખ...

અરવલ્લી જિલ્લામાં પ્રિ મૉન્સૂન કામગીરી સંતોષકારક કરવા જિ. પં. ના પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર પારઘીનો કલેકટર ને પત્ર

0
90

અરવલ્લી જીલ્લા પંચાયત પુર્વ પ્રમુખ રાજેન્દ્ર કે.પારધી એ કલેકટર ને ઈમેલ મારફતે લેખિત પત્ર પાઠવ્યો..
પ્રિ – મોન્સુન પ્લાન અંતર્ગત… સંતોષકારક કામગીરી કરાવવા સંદર્ભે…

અરવલ્લી જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક તાજેતરમાં મળી હતી.ચોમાસાની મોસમ પુર્વે વહીવટી તંત્ર અને લાગતા – વળગતા વિભાગને મેન્ટેનન્સ કરવા કલેકટરે જરૂરિયાત મુજબ સુચનાઓ આપી હતી.અરવલ્લી જીલ્લા પંચાયત – પુર્વ પ્રમુખ – રાજેન્દ્ર કે.પારધી એ લેખિત પત્ર સ્વરૂપે ધારદાર રજુઆત કલેકટર ને કરી છે.

વીજ વિભાગ, બાંધકામ, સિંચાઈ વિભાગ સહિત અનેકવિધ વિભાગો ધ્વારા અરવલ્લી જીલ્લાના ભિલોડા – શામળાજી – મેઘરજ સહિત અનેકવિધ વિસ્તારોમાં હજુ સુધી મેન્ટેનસનું કામકાજ જોઈએ તેવું સંતોષકારક કરવામાં આવ્યું નથી તેવું લોકમુખે જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે.વીજ તંત્ર દ્વારા અવાર – નવાર મેન્ટેન્સ કરવામાં આવતું હોય પરંતુ અત્રે ઉલ્લેખનિય છે કે, સામાન્ય વરસાદ અને પવનમાં વીજળી ડુલ થઈ જતી હોય ત્યારે વીજ વિભાગની ઓફિસે પણ લોકો કંમ્પ્લેન કરવા સંપર્ક કરે તો પણ જવાબદાર અધિકારીઓ કોલ ઉપાડતા નથી ? બાંધકામ વિભાગ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાંથી ભિલોડા – મેઘરજ – શામળાજી જેવા અનેકવિધ ગ્રામિણ વિસ્તારોમાં આવતા – જતા ડામર રોડની આજુ – બાજુના ભયજનક વૃક્ષોનું કટિંગ પણ કરવામાં નથી ? ધણા રસ્તાઓ, નદી, નાળા, વાઘાઓમાંથી પસાર થતા હોય ત્યાં ભયજનક સિગ્નલ નોટિસ બોર્ડ પણ લગાવ્યા નથી ? સિંચાઈ વિભાગ દ્વારા નદી, તળાવ નું પણ ચેકીંગ હાથ ધરવું જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ જાનહાની ના થાય, જેથી લાગતા – વળગતા વિભાગ ને તાત્કાલિક ધોરણે સુચનાઓ આપી, સમાર કામકાજ થાય તેવી લાગણી અને માંગણી છે.ભિલોડા શહેરમાં દિન-પ્રતિ-દિન ચોરીઓના બનાવો વધી રહ્યા છે ત્યારે હાઈ-વિઝનના H.D સી.સી.ટી.વી. કેમેરા, મેઈન બજારમાં અને ભિલોડા એસ.ટી.બસ સ્ટેન્ડમાં H.D સી.સી.ટી.વી. કેમેરા લગાવવા, ભિલોડા શહેરમાં ઠેર-ઠેર સ્ટ્રીટ લાઈટો પણ બંધ હોય સત્વરે નિરાકરણ લાવવા લેખિતમાં રજુઆત કરીને અનુરોધ કર્યો હતો.

વિશેષ નોંધ :- સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ને તાલુકા મથક નો દરજ્જો વહેલી તકે આપો, ભિલોડા ગ્રામ પંચાયત ને નગર પંચાયત નો દરજ્જો આપો, ભિલોડા તાલુકા મથકમાં આવેલ નઝેવાડ તળાવ નું ડેવલોપમેન્ટ સહિત ભિલોડામાં ટ્રાફિક સમસ્યા હલ કરાવો સહિત અનેકવિધ પડતર માંગણીઓ હલ કરવા બુલંદ બળવત્તર લોકમાંગણી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!