29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines ભરૂચમાં કોરોનાનો એક કેસ નોંધાયો, તંત્ર એલર્ટ

ભરૂચમાં કોરોનાનો એક કેસ નોંધાયો, તંત્ર એલર્ટ

0
41

ભરૂચના માછીવાડા વિસ્તારમાં 50 વર્ષીય મહિલામાં કોરોનાના લક્ષણ જણાતા જરૂરી ટેસ્ટ કર્યા બાદ, તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

ભરૂચ જિલ્લાના વેજલપુર વિસ્તારમાં રહેતા 50 વર્ષીય મહિલાની તબિયત અચાનક બગડી જતા મહિલાને તાત્કાલિક ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા , જ્યાં તબીબોએ તત્કાલ સારવાર શરૂ કરી હતી. હૉસ્પિટલમાં લેવામાં આવેલા પ્રાથમિક રિપોર્ટ્સ અને સેમ્પલના આધારે મહિલામાં કોરોનાના લક્ષણો જણાતા, તબીબોએ આરોગ્ય વિભાગને જાણ કરીને મહિલાને ભરૂચ સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ખસેડવાનું નક્કી કર્યું હતું. સિવિલ હોસ્પિટલમાં હાજર તબીબોની ટીમે મહિલાની સારવાર શરૂ કરી છે તથા કોરોનાની પુષ્ટિ માટેના ટેસ્ટ અને અન્ય રિપોર્ટોની તપાસ ચાલી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા પણ કાળજીપૂર્વક નજર રાખવામાં આવી રહી છે અને સંપર્કમાં આવેલા લોકોની માહિતી એકત્રિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!