26 C
Gujarat
Saturday, August 1, 2026
Home HeadLines ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની સ્વીડનના કોન્સ્યુલ જનરલ બેઠક યોજી

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની સ્વીડનના કોન્સ્યુલ જનરલ બેઠક યોજી

0
71

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે ગુજરાત પ્રો-એક્ટીવ ગવર્નન્સ અને પોલીસી ડ્રીવન સ્ટેટ તરીકે દેશ અને દુનિયાના રોકાણકારોની પહેલી પસંદ બન્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે ગુજરાત પ્રો-એક્ટીવ ગવર્નન્સ અને પોલીસી ડ્રીવન સ્ટેટ તરીકે દેશ અને દુનિયાના રોકાણકારોની પહેલી પસંદ બન્યું છે.ગઇકાલે મુંબઈ સ્થિત સ્વીડનના કોન્સ્યુલ જનરલ અને પ્રતિનીધી મંડળ સાથેની બેઠકમાં શ્રી પટેલે આમ જણાવ્યું.રાજ્ય સરકાર અને સ્વીડન વચ્ચે વિવિધ ક્ષેત્રે રોકાણો અને સહભાગીતાને પ્રોત્સાહન આપવાના ઉદેશ્યથી આ બેઠક યોજાઈ હતી. સ્વીડનના કોન્સ્યુલ જનરલ સ્વેન ઓસ્ટબર્ગે કહ્યું કે, ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે મળીને ૬૦

જેટલા સ્વીડિશ ઉદ્યોગ અને કંપનીઑ કાર્યરત છે જે અંદાજે ૧૧ હજાર લોકોને રોજગાર પૂરો પાડે છે.સ્વીડિશ કંપનીઓએ રાજ્ય સરકારના સહકાર માટે આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!