29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત Ahmedaba Plane Crash : આણંદ જિલ્લાનાં 33 પ્રવાસીનાં મોત!

Ahmedaba Plane Crash : આણંદ જિલ્લાનાં 33 પ્રવાસીનાં મોત!

0
59

ગઈકાલે સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં કુલ 265 પ્રવાસીઓમાં મૃત્યુ થયા છે જેમાં આણંદ જિલ્લાના ૩૩ લોકો તે ઉપરાંત જામનગર ,અમરેલી અને અન્ય જિલ્લાઓમાં મોત ના સમાચાર!

આણંદ નજીકના ચિખોદરા ગામના દુષ્યંતકુમાર (દીપુ) અશોકભાઈ પટેલ તથા નીતાબેન અશોકભાઈ પટેલ પણ વિમાનમાં સવાર હતા. આણંદ તાલુકાના ગાના ગામના પટેલ સંદીપ ઉર્ફે સન્ની પટેલ અને મોનાલી પટેલનું પણ મૃત્યુ થયું છે.

કરમસદ ગામમાં લલીતાનગર સોસાયટીમાં રહેતા ભાવનાબેન રાણા અને મોટાબહેન આનંદીબેન રાણા અને આણંદના બિલ્ડર અગ્રણી હાલાણી પરિવારના મોભી સહિત પરિવારના ત્રણનો સમાવેશ થાય છે જયારે આણંદ તાલુકાના રામનગર ગામના મહેશ વાઘેલા અને સોજિત્રાના નીલકંઠ પટેલનું પણ અવસાન થયું છે.

ઉમરેઠના સલમાબેન વહોરા,શશીકાંત રાવજીભાઈ પટેલ અને શોભનાબેન શશીકાંત પટેલ પણ પ્લેનમાં સવાર હોવાનું જણાવ્યું છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!