સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ખટીક પરિવારની દીકરી પોતાના સપનાઓ સાકાર કરવા લંડન ખાતે ઉચ્ચ અભ્યાસ અર્થે જઈ રહી હતી તે દરમિયાન હાદસો બન્યો હતો અને ખટીક પરિવારની દીકરી પાયલ ખટીક પોતાના સપનાઓ સાથે આ દુનિયાને અલવિદા કહી દીધી હતી.
અમદાવાદ ખાતે ગઈકાલે બપોરના અરસામાં પ્લેન ક્રેશ થવાની ઘટના બની હતી જેમાં હિંમતનગરના ખટીક પરિવારની દીકરી પોતાના સપનાઓ સાકાર કરવા લંડન ખાતે ઉચ્ચ અભ્યાસ અર્થે જઈ રહી હતી તે દરમિયાન હાદસો બન્યો હતો અને ખટીક પરિવારની દીકરી પાયલ ખટીક પોતાના સપનાઓ સાથે આ દુનિયાને અલવિદા કહી દીધી હતી.
જોકે, સુરેશભાઈ ઘટીક પોતે લોડીંગ રીક્ષા ચલાવી પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા દીકરીને ધોરણ 12 સુધી હિંમતનગર ખાતે ભણાવી અને ત્યારબાદ બીટેક સુધીનો અભ્યાસ રાજસ્થાન માં કરાવ્યું હતું અને ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ અર્થે દીકરી લંડન જવા માટે ઇચ્છતી હતી અને તે દરમિયાન તેના પિતાએ તેને લંડન જવા માટે મંજૂરી આપી હતી અને દીકરી પોતાની જાતે જ કન્સલ્ટન્સીઓ સાથે વાતા ઘાટો કરી પ્રોસેસ કરી હતી અને ગઈકાલે સવારે 7:00 વાગ્યે હિંમતનગર ખાતેથી એરપોર્ટ જવા નીકળ્યા હતા.
પરિવારજનોએ તેને શુભેચ્છાઓ સાથે પ્લેન સુધી પહોંચાડી હતી પરંતુ અમદાવાદ શહેરની બહાર નીકળતા પહેલા જ પરિવારને સમાચાર મળ્યા કે આવી એક ઘટના બની છે અને તપાસ કરતા આ પાયલ ઘટીક જે પ્લેનમાં સવાર હતી તે પ્લેન જ ક્રેશ થયું હતું જેમાં પાયલ ખટીકે પોતાનો જીવ ગુમાવ્યો હતો જો કે પરિવારજનોને અત્યાર સુધી સ્થાનિક પ્રશાસન દ્વારા કોઈપણ પ્રકારની મદદ કરવામાં આવી નથી તેવું પરિવારજનો અત્યારે હાલ કહી રહ્યા છે.
ગઈકાલે સિવિલ હોસ્પિટલ અસારવા ખાતે પરિવારજનો પહોંચ્યા હતા અને જ્યાં ડીએનએ માટે સેમ્પલ આપવામાં આવ્યું હતું જો કે 72 કલાક બાદ ડેડબોડી આપવાની વાત સિવિલ પ્રશાસન દ્વારા કરવામાં આવી હતી જોકે કેવી રીતે તે બોડી મેળવવી અને શું કરવું તેની માહિતી સ્થાનિક પ્રશાસન દ્વારા આપવામાં આવી નથી અને સમગ્ર બાબતે સ્થાનિક પ્રશાસન અજાણ હોવાની પણ વાત પરિવારજનો કરી રહ્યા છે






