26.5 C
Gujarat
Saturday, August 1, 2026
Home ગુજરાત અરવલ્લી : રોટરી ક્લબ નો ઈન્સ્ટોલેશન સેરેમની કાર્યક્રમ યોજાયો, પ્રમુખ તરીકે કમલેશ...

અરવલ્લી : રોટરી ક્લબ નો ઈન્સ્ટોલેશન સેરેમની કાર્યક્રમ યોજાયો, પ્રમુખ તરીકે કમલેશ પટેલની વરણી

0
103

અરવલ્લી જીલ્લાનો રોટરી ક્લબ મોડાસાનો ઇન્સ્ટોલેશન સેરેમની યોજાઇ હતી. રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભિખુસિંહજી પરમાર ની અધ્યક્ષતામાં શપથવિધિ સમારોહમાં વર્ષ ૨૦૨૫-૨૬ના પ્રમુખ તરીકે રોટે.કમલેશ પટેલ, સેક્રેટરી તરીકે રોટે.સુનિલ પંચાલ, ઉપપ્રમુખ તરીકે રોટે.મુકેશ પરમાર, સહમંત્રી તરીકે રોટે.ભાવેશ ગાંધીએ અને ટ્રેઝરર તરીકે મહેશ પટેલે શપથગ્રહણ કર્યા હતા. ઈન્સ્ટોલેશન ઓફિસર તરીકે ડિસ્ટ્રિકટ ગવર્નર નિગમ ચૌધરી, આસિસ્ટન્ટ ગવર્નર અમિત ભાવસાર, ડિસ્ટ્રિકટ ગવર્નર નોમીની નૈમેશ રવાણી ઉપસ્થિત રહયા હતા, આ કાર્યક્રમમાં મોડાસા કોલેજ મંડળના હોદ્દેદારો, મોડાસાના અગ્રણીઓ અને આમંત્રિત સૌ મહેમાનો ઉપસ્થિત રહી અને રોટરી ક્લબના સૌ સભ્યોને સેવાકીય પ્રવૃત્તિ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી, આ પ્રસંગે ઉપસ્થિત સૌ મહેમાનોનો રોટરી ક્લબ મોડાસાના ચાલુ વર્ષના પ્રમુખ ડો એમ કે પટેલે અને આવતા વર્ષના નવા વરાયેલ પ્રમુખ કમલેશભાઈ પટેલે સૌનો આભાર માન્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!