28.2 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines આગાહી અનુસાર જ વરસાદની ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી: આગામી 5 દિવસ ભારે

આગાહી અનુસાર જ વરસાદની ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી: આગામી 5 દિવસ ભારે

0
35
File

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેઘમહેર થઈ છે. હવામાન વિભાગે 18થી 23 જૂન દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગના ગુજરાત રાજ્ય પર લો પ્રેશર સક્રિય થયું છે. તેના કારણે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ પોરબંદર જૂનાગઢ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ બોટાદના ગઢડામાં 14.6 ઈંચ વરસાદ નોંધાયો હતો. તો ભાવનગરના પાલિતાણામાં 12.5, શિહોરમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો….

ભારે વરસાદથી તકેદારીના ભાગરૂપે મુખ્યમંત્રીએ નાગરિકોના જાનમાલની સુરક્ષા અંગે પગલા લેવા જિલ્લા કલેક્ટર્સને સૂચના આપી છે.. તકેદારીના ભાગરૂપે રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈને અલગ-અલગ જગ્યાઓ પર NDRF ટીમો તૈનાત કરવામાં આવી છે… તેમાંથી 2 ટીમ રાજકોટ ખાતે અને ભાવનગર, બોટાદ , અને કચ્છમાં એક-એક ટીમ ડીપ્લોય કરવામાં આવી છે.. તો અન્ય એક ટીમ ગાંધીનગર ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!