32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી: મોડાસા નગર પાલિકાએ શહેરની પથારી ફેરવી દીધી, નિષ્ણાંત ઈજનેરની ટીમ ની...

અરવલ્લી: મોડાસા નગર પાલિકાએ શહેરની પથારી ફેરવી દીધી, નિષ્ણાંત ઈજનેરની ટીમ ની મહેનત રંગ લાવી

0
114

મોડાસામાં જે જગ્યાએ વર્ષોથી પાણી નહોતા ભરાતા ત્યાં પણ હવે પાણી ભરાવાની શરૂઆત
મોડાસા ના ડીપ વિસ્તારમાં પાલિકાના અધિકારીઓની વરસાદી પાણીની દેન
નિષ્ણાંત અને કુશળ ઈજનેર ટીમની ભારે જહેમત રંગ લાવી
અધિકારીઓ મસ્ત અને પ્રજા ત્રસ્ત
પાણી ભરાય એટલે JCB ખાડો ખોદવા મોકલી દેવાનું.. પણ…
વિચારતા નથી કે, પાણીનો કાયમી નિકાલ કેવી રીતે થશે?
ઢાળ કે ટેકરો જોયા વિના જ આડેધડ ભૂંગળા નાખવાની કામગીરીની પ્રસંશા

અરવલ્લી જિલ્લાના મોડાસા નગરમાં પાલિકાની કામગીરીની ચારેકોર પ્રશંસા થઈ રહી છે. વર્ષોથી મોડાસા નગર પાલિકા પાસે એવી નિષ્ણાંત ઈજનેર ની ટીમ છે કે, જેમની સલાહ સૂચનથી અધિકારીઓ ચાલે છે. હવે મોડાસા ની સ્થિતિ એવી થઈ છે કે, એવી કોઈ જગ્યા બાકી નથી રહેવા દીધી કે જ્યાં વરસાદી પાણી ભરાતા હોય. મોડાસા નગર પાલિકા દ્વારા ભૂગર્ભ ગટર યોજના અને વરસાદી પાણીના નિકાલ માટે લાઈન નાખી છે જોકે ગરણી જેટલી લાઈન માં વરસાદી પાણી કેવી રીતે નિકળી શકે તે તો પાલિકાના વર્ષોથી ફરજ બજાવતા ઈજનેર જ બતાવી શકે.

મોડાસા ના ડીપ વિસ્તારમાં આવેલી નીલકંઠ સોસાયટી આસપાસ અને યુકો બેંક બિલ્ડીંગ નજીક પહેલા ક્યારેય વરસાદી પાણી ભરાયા નથી પણ હવે આ બધુ પાલિકાના નિષ્ણાંત અને કુશળ વહીવટ કરતા અધિકારીઓની દેનથી શક્ય બન્યું છે. મોડાસા નગર પાલિકા ના અધિકારીઓ કોઈપણ આયોજન વિના ખાડા ખોદી નાખી ને પથારી ફેરવી નાખી છે. સારા ભણેલા-ગણેલા અધિકારીઓની દેખરેખ હેઠળ મોડાસાનો જબરજસ્ત વિકાસ થઈ રહ્યો છે. વિકાસ એવો કે હવે મોડાસા માં વરસાદી પાણી ભરાઈ રહ્યા છે. અધિકારીઓ અને ઈજનોર ક્યાં છે તે સવાલ છે.

મોડાસા માં જમીન ખોદીને જે પાઈપ લાઈન નાખી છે, તેમાં શું વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થઈ શકશે ખરો? શું પાલિકાના નિષ્ણાંત ઈજનેર ને જે-તે સમયે ખ્યાલ કેમ નહીં આવ્યો હોય ? આવી જબરજસ્ત કામગીરી પછી શું કોન્ટ્રાક્ટર્સને બિલની ચુકવણી કરી દેવાતી હશે કે શું તે પણ એક સવાલ છે. એટલું જ નહીં જે જગ્યાએ પાણી ભરાઈ જાય છે ત્યારે આઈટસોર્સિંગ કર્મચારીઓને વરસાદી પાણીના નિકાલ માટે મોકલી દેવાય છે, અધિકારીઓ એ જોવા માટે તસ્દી લેતા નથી કે, પાણી કેમ ભરાય છે ? હવે પાણીનો નિકાલ કેવી રીતે થશે ? પાણી નિકાલનો કાયમી નિકાલ થશે કે નહીં ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!