38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines પંચમહાલ- શહેરા તાલુકામાં ગ્રામ પંચાયતની ચુટણીનું મતદાન શાંતિપુર્ણ માહોલમા સંપન્ન, ઉમેદવારોનુ ભાવિ...

પંચમહાલ- શહેરા તાલુકામાં ગ્રામ પંચાયતની ચુટણીનું મતદાન શાંતિપુર્ણ માહોલમા સંપન્ન, ઉમેદવારોનુ ભાવિ મતપેટીમાં શીલ

0
103

શહેરા,
પંચમહાલ જીલ્લામાં કુલ 136 ગ્રામ પંચાયતની ચુટણીઓ શાંતિપુર્ણ માહોલમાં યોજાઈ હતી. જીલ્લામાં સરપંચ પદ માટે 391 તેમજ 1993 સભ્યપદ માટે ચુટણીઓ યોજાઈ હતી. શહેરા તાલુકામાં પણ 68 જેટલા મતદાન મથક પર શાંતિપુર્ણ માહોલમા ચુટણી સંપ્પન થતા વહીવટી તંત્રે હાશકારો લીધો હતો. ચુટણીને લઈને મતદાન મથકો પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામા આવ્યો હતો. સવારથી મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. શહેરાના ગુણેલી ગામે 94 વર્ષીય વૃધ્ધે મતદાન કર્યુ હતુ. શહેરા પોલીસ સ્ટેશનની ટીમે પણ રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલીંગ કરી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી પર ચાંપતી નજર રાખી હતી. બોરીયાવી, મંગલપુર, ગુણેલી, ધમાઈ નાડા,સાજીવાવ,નાંદરવા સહિતના ગામોમા ચુટણી યોજાઈ હતી.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામાં 24 ગ્રામ પંચાયતો પર શાંતિપુર્ણ માહોલમાં મતદાન યોજાયુ હતુ. વહીવટી તંત્ર દ્વારા શાંતિપુર્ણ માહોલમા થાય તેને લઈને પુરી તૈયારીઓ કરી દેવામા આવી હતી.રવિવારના રોજ સવારથી મતદાન મથક પર મતદારોની મતદાન મથક પર મતદારોની લાઈનો જોવા મળી હતી. યુવાઓ, મહિલાઓ, વૃધ્ધ મતદારો લોકશાહીના આ પર્વમાં ભાગ લઈને ઉત્સાહભેર મતદાન કર્યુ હતુ. શહેરા તાલુકાના ભેસાલ ગામે પણ મતદારોએ ઉત્સાહ ભેર મતદાન કર્યુ હતુ.મંગલપુર ગ્રામ પંચાયત ખાતે પણ મહિલા ઉમેદવારોએ ચુટણીમા ઝંપલાવ્યુ છે. મંગલપુર પ્રાથમિક શાળા ખાતે ઉભા કરવામા આવેલા મતદાન મથક ખાતે પણ સવારથી મતદાનનો માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને યુવા મતદારોમા મતદાનને લઈ ભારે ઉત્સાહ જોવા મળતો હતો. નાડા ખાતે પણ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. નાડામા યુવા ઉમેદવાર વચ્ચે ટક્કર જામી રહી છે. વધુ મતદારો ધરાવતી બોરીયાવી ગ્રામ પંચાયતની ચુટણી પણ વખતે રસાકસીનો જંગ વાળી બની છે. બોરીયાવી ગામના ગ્રામજનો પણ પોતાના મનગમતા ઉમેદવારને મત આપીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. નાંદરવા ખાતે પણ સવારથી મતદારોએ પોતાનો ઉત્સાહ બતાવ્યો હતો. શહેરા તાલુકાના પશ્ચિમ વિસ્તારમા આવેગા ગુણેલી ગામ ખાતે પણ આ વખતે ગ્રામ પંચાયતની ચુટણી ભારે રસાકસી વાળી બની રહી છે, ગુણેલી ખાતે પણ સવારથી યુવાઓ,મહિલાઓ, સહિત વૃધ્ધાઓએ પોતાના મતાધિકારનો ઉપયો ગ કર્યો હતો ચુટણી શાંતિપુર્ણ માહોલમા સંપન્ન થઈ ગયા બાદ મતદાન પેટીને શીલ કરીને સ્ટ્રોગરુમ ખાતે ખસેડવામા આવી હતી. મતપેટીમાં સરપંચ અને સભ્ય ઉમેદવારોનુ ભાવિ શીલ થઈ જતા હવે પરિણામ પર સૌની મીટં મંડાઈ છે. શહેરા તાલુકામાં 5 વાગ્યા સુધી 65.85 ટકા મતદાન થયુ હતુ.

ગુણેલી ખાતે 94 વર્ષીય વૃધ્ધ મતદાર હિરાભાઈ બારિયાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.
શહેરા તાલુકામાં 24 જેટલી ગ્રામ પંચાયતોમાં શાંતિપુર્ણ માહોલમા મતદાન યોજાયુ હતું, તાલુકાના ગુણેલી ગામે 1 જાન્યુઆરી 1931માં જન્મેલા અને 94 વર્ષીય હિરાભાઈ બારિયા એ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યુ હતુ. પોતાના સબંધી તેમને સાથે લઈને આવ્યા હતા. યુવા મતદારો માટે હિરાભાઈ બારિયા મતદારો માટે પ્રેરણા રુપ બન્યા હતા. યુવામતદારોએ પણ તેમની લોકશાહીના પર્વમા મતદાન કરવા બદલ બિરદાવ્યા હતા. દેશ આઝાદી મળી ત્યાર બાદ અત્યાર સુધી વિવિધ ચુટણીઓમા મતદાન કર્યુ છે.

– *શહેરા પોલીસ સ્ટેશનની ટીમે ચુટણી પરિસ્થીતી પર રાખી ચાંપતી નજર*
શહેરા તાલુકામાં 68 બુથ પર ગ્રામ પંચાયતની ચુટણીને લઈને મતદાન યોજાયુ હતુ.જેમા 28 જેટલા બુથ સંવેદન સીલ હોવાથી કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામા આવ્યો હતો. ડીવાયએસપી.,પીઆઈ,પીએસઆઈ, પોલીસ કર્મચારીઓ,હોમગાર્ડ,જીઆરડી ગાર્ડ,મહિલા પોલીસ કર્મચારીઓના સ્ટાફે ખડેપગે ફરજ બજાવી હતી. શહેરા પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર અંકુર કુમાર ચૌધરી અને તેમની ટીમે મતદાન મથકોની મુલાકાત લઈને મતદાનની કામગીરી પર ચાંપતી નજર રાખીને પ્રંશંસનીય કામગીરી કરી હતી. શહેરા તાલુકામા પોલીસની ચુસ્ત નજર અને બંદોબસ્ત વચ્ચે શાંતિપુર્ણ માહોલમા ચુટણી સંપ્પન થઈ હતી. સાથે સાથે સમગ્ર ચુટણીની કામગીરીમાં 900 જેટલા કર્મચારીઓનો સ્ટાફ જોડાઈને ફરજ બજાવી હતી.

– ચુટણીનો બહિષ્કાર ની ચીમકી ઉચ્ચારનારા ધમાઈ ગામના ટેકરી ફળિયાના મતદારોએ કર્યુ મતદાન
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ટેકરી ફળિયાના મતદારોએ રસ્તાની કામગીરી નહી કરવાના કારણે ગ્રામ પંચાયતની ચુટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારી હતી. અહી અંદાજીત 200 જેટલા મતદારો છે. આ મામલો મિડીયામા આવતા તંત્ર દ્વારા ફળિયાના રહિશોને મળીને રસ્તો બની જશે તેવી બાંહેધરી આપી હતી. બાહેધરી મળતા ટેકરી ફળિયાના રહીશો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે સહમતિ દર્શાવી હતી. ટેકરી ફળિયાના રહિશોએ પણ મતદાન કર્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!