પંચમહાલ જિલ્લામાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી. વિવિધ તાલુકા મથકે આવેલા મત ગણતરી કેન્દ્ર ખાતે સવારે મત ગણતરી શરૂ થઈ હતી અને ઉમેદવારો વિજેતા થતા તેમના સમર્થકો ઢોલ નગારા ના સાથે ડિસ્કો કરતા નજરે પડ્યા હતા.ત્યારે હારી ગયેલા ઉમેદવારો નિરાશ જોવા મળ્યા હતા.
પંચમહાલ જિલ્લાની 247 જેટલી પંચાયતની મત ગણતરી આજે હાથ ધરવામાં આવી હતી.
પંચમહાલ જિલ્લામાં 136 પંચાયતોની સામાન્ય અને 111 ની પેટા ચૂંટણીનું મતદાન યોજાયા બાદ 391 સરપંચ માટે અને 1993 સભ્ય પદ માટે આજે મતગણતરી થઈ હતી. વિવિધ તાલુકામાં નક્કી કરાયેલા મત ગણતરી કેન્દ્ર ખાતે વહેલી સવારથી જ સમર્થકોનો જમાવડો જામ્યો હતો. કાયદોની વ્યવસ્થા જળવાય તે માટે પોલીસનો પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. જિલ્લાના સાત તાલુકામાં 211 ટેબલ પર મતગણતરી શરૂ કરવામાં આવી હતી. અને જેમ જેમ પરિણામ આવતા હતા તેમ તેમ ઉમેદવારોમાં કહી ખુશી અને કહી ગમનો માહોલ જોવા મળતો હતો. આ વખતે ખાસ કરીને મતદારોએ યુવા ઉમેદવારોને પ્રતિનિધિત્વ કરવાની તક આપી હતી
શહેરા કાકરી મોડેલ સ્કૂલ ખાતે મત ગણતરી
શહેરા ને કાકરી મોડેલ સ્કૂલ ખાતે મત ગણતરી શરૂ થઈ હતી મત ગણતરી કેન્દ્રની બહાર મોટી સંખ્યામાં સમર્થકોનો જમાવડો જોવા મળ્યો હતો. વિજેતા ઉમેદવારો જીતીને મતગણતરી કેન્દ્રની બહાર આવતા તેમને સમર્થકો દ્વારા ફુલહાર પહેરાવીને તેમનું સ્વાગત કરવામાં આવતું હતું અને ઘોડા પર બેસાડીને વિજય સરઘસ પણ કાઢ્યું હતું.






