અમદાવાદના નિકોલ વિસ્તારમાં એક દિવસ પહેલા અરવલ્લી જિલ્લાના મોડાસામાં રહેતા બે ડ્રગ્સ સપ્લાયરને ઝડપી પાડ્યા હતા. સમગ્ર ઘટનાને લઇને અમદાવાદ એસ.ઓ.જી. સહિતની ટીમ દ્વારા સતત તપાસનો ધમધમાટ તેજ કરી દેવાયો છે. અમદાવાદ એસ.ઓ.જી. પોલિસ ને 27/07/2025 ના રોજ બાતમી મળી હતી કે, અમદાવાદના નિકોલ વિસ્તારમાં બે શખ્સ ડ્રગ્સનો જથ્થો લઈને આવ્યા છે. પોલિસે ચોક્કસ બાતમીના આધારે (1) પિયુષ સોમાભાઇ પટેલ ઉ.વ.39 ધંધો.બેકાર રહેવાસી, મકાન નંબર-188, તિરૂપતી ગુકુલધામ સોસાયટી, મોડાસા બાયપાસ રોડ, મોડાસા જી-અરવલ્લી (2) સચિનસિંહ પ્રફુલસિંહ પુવાર ઉ.વ.38 ધંધો.બેકાર રહેવાસી.ઘર નંબર-67, અમરદીપ સોસાયટી, જુની આર.ટી.ઓ. ઓફિસ પાસે, મોડાસા,જી-અરવલ્લી ને ઝડપી પાડ્યા હતા. જેમની પાસેથી ગેરકાયદેસરનો મેફેડ્રોનનો કુલ્લે જથ્થો 498 ગ્રામ 410 મીલીગ્રામ જેની કિ.રૂ. 48,94,100/- તથા બીજી ચીજ વસ્તુઓ મળી કુલ કિ.રૂ.49,05,120/- રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સાથે જ ઝડપાયેલ સચિનસિંહ પાસેથી પ્રેસ નું કાર્ડ પણ મળી આવ્યું હતું. પોલિસે ધી એન.ડી.પી.એસ. એક્ટ કલમ 8(સી),22(સી),29 મુજબનો ગુનો દાખલ દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
પોલિસ તપાસમાં વધુ એક નામ જયેશન નામના શખ્સનું ખુલતા, પોલિસે આ શખ્સની પણ પૂછપરછ માટે લઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. અરવલ્લીના મોડાસા ખાતે સ્પા સંચાલક હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટનાને લઇને હવે એમ.ડી. ડ્રગ્સનું કનેક્શન ક્યાં સુધી પહોંચે છે, તે પણ સવાલ છે. ડ્રગ્સ સપ્લાયરની પેનલ કેવી રીતે કામ કરે છે, તે દિશામાં પણ પોલિસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. એટલું જ નહીં, મોડાસા ના બન્ને શખ્શો પાસે આટલી મોટી કિંમતનો ડ્રગ્સ કેવી રીતે આવ્યો, કોણ મોટું માથું છે, તે પણ હવે સવાલ ઉઠી રહ્યો છે. બંન્ને શખ્સો મોડાસા રહેતા હતા, અને મોડાસા થી આટલો મોટો કાળો કારોબાર ચાલતો હતો, છતાં નિષ્ણાંત સ્પેશલ ઓપરેશન ગૃપ અરવલ્લીને ગંધ પણ ન આવી કે, શું તે પણ સવાલ છે.






