જય અમિન/અંકિત ચૌહાણ
મોડાસા કેળવણી મંડળ, મોડાસા દ્વારા મંડળ સંચાલિત શ્રી કે.એન.શાહ મોડાસા હાઇસ્કૂલ, શ્રી સી.જી.બુટાલા સર્વોદય હાઇસ્કૂલ, કલરવ સ્કુલ તથા બી-કનાઈ સ્કૂલના વર્ષ ૨૦૨૪-૨૫ ના ધો-૧૦ અને ધો-૧૨ ની બોર્ડ પરીક્ષામાં પ્રથમ ત્રણ સ્થાન મેળવી ઝળહળતી સફળતા મેળવનાર વિદ્યાર્થી ભાઈ-બહેનોને સન્માનવાનો કાર્યક્રમ “સરસ્વતી વંદના” યોજાઈ ગયો.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે અર્ચીતભાઈ ભટ્ટ (મેનેજીંગ ડાયરેક્ટર, ત્રિપદા હાઇસ્કૂલ, અમદાવાદ), અને એમના ધર્મપત્ની જ્યોતિબેન ભટ્ટ તથા અતિથિ વિશેષ તરીકે પરેશભાઈ બારોટ (સુગમ કન્સ્ટ્રકશન પ્રા.લિ., અમદાવાદ), સમારંભ અધ્યક્ષ તરીકે બિપીનભાઈ ર. શાહ (પ્રમુખ, મોડાસા કેળવણી મંડળ) તથા મંડળના સૌ પદાધિકારીઓ, તમામ શાળાના આચાર્યઓ, સુપરવાઈઝર, શિક્ષક ભાઈ-બહેનો અને વિદ્યાર્થી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સન્માનને પાત્ર વિદ્યાર્થી ભાઈ-બહેનો અને તેમના વાલીગણ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મહેમાનોને પ્રમુખ દ્વારા વિદ્યાર્થી ભાઈ-બહેનોને પ્રેરણા મળે તેવા મનનીય વક્તવ્યો આપવામાં આવ્યા હતા. અને સન્માન પાત્ર વિદ્યાર્થીઓને મોડાસા કેળવણી મંડળ દ્વારા રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર અને પુસ્તકની ભેટ આપવામાં આવી હતી






