31 C
Ahmedabad
Sunday, June 21, 2026
[uam_ad id="382"]
[uam_ad id="382"]

અરવલ્લી : બોલ માડી અંબે જય જય અંબે…ભિલોડામાં જય અંબે વિસામાનો ભવ્યાતિભવ્ય શુભારંભ


અરવલ્લી જીલ્લાના ભિલોડા – શામળાજી – ઈડર ધોરીમાર્ગ પર ભિલોડામાં ॐ કોમ્પલેક્ષ શોપિંગ સેન્ટરમાં છેલ્લા ૨૫ વર્ષથી કાર્યરત જય અંબે વિસામાનો આજથી ભવ્યાતિભવ્ય શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો.જય અંબે વિસામા પરીસરમાં અંબે માં ની આરતી ઉતારી વિધિ-વિધાન પુર્વક શ્રધ્ધાભેર પુજન, અર્ચન કરીને વિસામાનો શુભારંભ કર્યો હતો.ભિલોડામાં જય અંબે વિસામો – સેવાભાવી પ્રમુખ હર્ષદભાઈ સોની, ઉપ પ્રમુખ વિષ્ણુભાઈ પોરવાલ, ખજાનચી બાબુસિંહ સિસોદિયા, સહમંત્રી પ્રણવભાઈ પંચાલ, કર્મઠ કાર્યકરો અને વેપારીઓ તન-મન-ધનથી વિસામામાં ખડેપગે ઉભા રહી જગવિખ્યાત સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી તરફ પગપાળા જઈ રહેલ હજ્જારો પદયાત્રીઓને શુધ્ધ, સાત્વિક પુરી-શાકનું પાકું ભોજન આપવામાં આવે છે.પદયાત્રીઓ માટે જય અંબે વિસામો આશીર્વાદ પુરવાર થઈ રહ્યો છે.જય અંબે વિસામાના શુભારંભ દરમિયાન મામલતદાર બી.જી.ડાભી, ભિલોડા ગ્રામ પંચાયત – સરપંચ – મુકેશભાઈ ત્રિવેદી, શ્રી ગાયત્રી પરિવાર, ભિલોડા – અરવિંદભાઈ ઉપાધ્યાય, ગોવિંદભાઈ પટેલ, જીતકુમાર ત્રિવેદી, જગદીશભાઈ પટેલ, રામઅવતાર શર્મા સહિત સેવાભાવી વેપારીઓ, સામાજીક આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો[uam_ad id="33645"]
- Advertisement -[uam_ad id="441"]
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!