29.7 C
Gujarat
Sunday, August 2, 2026
Home HeadLines પાટણ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ, તળાવ તૂટવાથી પાણી ભરાયા

પાટણ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ, તળાવ તૂટવાથી પાણી ભરાયા

0
104

ઉત્તર ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવે ફરીથી કેટલાક જિલ્લામાં વરસ્યો હતો. પાટણ જિલ્લામાં પણ વરસાદ વરસતા, કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિનું નિર્માણ થયું હતું.

પાટણ જિલ્લાના સાંતલપુરમાં મેઘરાજાએ કહેર વર્તાવ્યો. સતત ભારે વરસાદ અને બરારા ગામના તળાવ તૂટવાથી વૌવા, બરારા, દત્રાણા, ધોકાવાડા, બકુત્રા, મધુત્રા સહિતના અનેક ગામોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.. ભારે વરસાદના કારણે સામાન્ય જનજીવન ખોરવાયું છે.. જેમાં, અંદાજે 600 ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે.. જ્યારે, 50થી વધુ મકાનો ધરાશાયી થયા છે.. તો બીજી તરફ, શાળાની દિવાલો તૂટી ગઈ છે અને ખેતરો બેટમાં ફેરવાયા છે.. ત્યારે, હાલ જનજીવનને સામાન્ય સ્થિતિમાં લાવવા ગ્રામજનો પ્રયત્ન કરી રહ્યા છે.. આ ઉપરાંત, સરકાર સ્થાનિકોની વહારે આવી છે અને તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!