28.2 C
Gujarat
Thursday, August 27, 2026
Home Politics & Current Affairs અરવલ્લી AAP ની ગ્રામ્ય વિસ્તારોમાં બેઠક, ભિલોડાના મેરાવાડા ખાતે બેઠકમાં વિવિધ મુદ્દે...

અરવલ્લી AAP ની ગ્રામ્ય વિસ્તારોમાં બેઠક, ભિલોડાના મેરાવાડા ખાતે બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા

0

અરવલ્લી જિલ્લામાં સતત આમ આદમી પાર્ટી પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનો પ્રયાસ કર છે, ત્યારે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આમ આદમી પાર્ટી દ્વારા બેઠકોનો દોર શરૂ કર્યો છે. ભિલોડા પંથકમાં આપ ની બેઠક યોજાઈ હતી, જેમાં પક્ષને મજબૂત કરવા સહિત પ્રજાના પ્રશ્નોને વાચા આપવા સહિતના મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટી ના પ્રમુખ રાજેન્દ્રસિંહ પરમારની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી છે.

ભિલોડા તાલુકાના મેરાવાડા ગામે આમ આદમી પાર્ટી ની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં લોકોના મુદ્દા તેમજ પક્ષને મજબૂત કરવા સહિતના મુદ્દે મંથન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ભિલોડા વિધાનસભા પ્રભારી રૂપસિંહભાઈ ભગોરા, ડામોર જીતેન્દ્રભાઈ, ગામેતી હિમાંશભાઈ, ખરાડી અલ્પેશભાઈ, નિનામા કૌશિકભાઈ, ડામોર પુનાભાઈ, ખાંટ અજયભાઇ,ખાંટ શંભુભાઈ, ડામોર રમેશભાઈ નાનજીભાઈ મનાત અશોકભાઈ સહિત ગામના યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!