38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : ભિલોડા પોલીસે ચીબોડા ગામે ઘરમાંથી 247 અને LCBએ ક્રેટા કાર...

અરવલ્લી : ભિલોડા પોલીસે ચીબોડા ગામે ઘરમાંથી 247 અને LCBએ ક્રેટા કાર માંથી 1507 બોટલ વિદેશી દારૂ ઝડપ્યો

0
88

જીલ્લાના સિલ્કરૂટ રતનપુર ચેકપોસ્ટ અને રેલ્લાવાડા ચેકપોસ્ટ પરથી ગાંધીનગરના છુપા આશીર્વાદથી વિદેશી દારૂની લાઇન ચાલતી હોવાની ચર્ચા
SP મનોહરસિંહ જાડેજાએ ચાર્જ સંભાળતા પોલીસે પ્રોહિબિશનની સખ્ત અમલવારી કરાવી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપ્યો
ખાનગી વહીવટદારો દારૂની લાઇન ચલાવવા કેટલાક પોલીસ અધિકારીઓ સાથે સંકલનમાં રહેવા અધીરા બન્યા !!
દારૂની લાઇન ચલવવામાં ખાનગી વહીવટદારો પર ભરોષો કરનાર અનેક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સસ્પેન્ડ થઈ ચૂક્યા છે

જય અમીન/અંકિત ચૌહાણ
અરવલ્લી જીલ્લા પોલીસવડા તરીકે મનોહરસિંહ જાડેજાએ ચાર્જ સંભાળતાની સાથે જીલ્લામાં દેશી-વિદેશી દારૂની હેરાફેરી અને વેપલાને અટકાવવા તેમજ અસામાજીક પ્રવૃત્તિઓ પર રોક લગાવવા સખ્ત કાર્યવાહીના આદેશના પગલે પોલીસતંત્રમાં દોડાદોડી જોવા મળી રહી છે ભિલોડા પોલીસે ચીબોડા ગામમાં રહેણાંક મકાનમાં ચાલતા વિદેશી દારૂના અડ્ડાનો પર્દાફાશ કરી 80 હજારથી વધુનો દારૂ જપ્ત કર્યો હતો જીલ્લા એલસીબી પોલીસ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રખિયાલ ગામ નજીક ક્રેટા કારમાંથી 2.55 લાખનો શરાબ જપ્ત કરી ફરાર કાર ચાલક બુટલેગરને દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

ભિલોડા પીઆઈ ડી.બી.વાળા અને તેમની ટીમે ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરતા ચીબોડા ગામમાં મેહુલ વિનોદ રોત નામનો બુટલેગર ઘરમાં વિદેશી દારૂનો વેપલો કરતો હોવાની બાતમી મળતા તાબડતોડ બાતમી આધારિત રહેણાંક મકાનમાં ત્રાટકી વિદેશી દારૂ,ક્વાટરીયા અને બિયર ટીન નંગ-247 કીં.રૂ.80930/-નો જથ્થો જપ્ત કરી પોલીસરેડ જોઈ ફરાર બુટલેગર મેહુલ વિનોદ રોત સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ એચ.પી.ગરાસીયા અને તેમની ટીમે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરી સરડોઈ નજીક વાહન ચેકિંગ હાથધરતાં જીવણપુર તરફથી શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી ક્રેટા કારને અટકાવવાનો પ્રયત્ન કરતા બૂટલેગરે ક્રેટા કાર હંકારી મૂકતા એલસીબી પોલીસે પીછો કરતા બુટલેગર રખિયાલ ગામ નજીક નાળીયામાં કાર મૂકી ફરાર થઈ જતા પોલીસે કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-1507 કીં.રૂ.255680/- તેમજ ક્રેટા કાર મળી કુલ.રૂ.8.55 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!