29.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી: મોડાસા રમઝટ નવરાત્રી મહોત્સવમાં યુવકની તબિયત લથડી, She Team એ માનવતાભર્યો...

અરવલ્લી: મોડાસા રમઝટ નવરાત્રી મહોત્સવમાં યુવકની તબિયત લથડી, She Team એ માનવતાભર્યો અભિગમ દાખવ્યો

0
94

અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લામાં નવરાત્રી મહોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે અરવલ્લી જિલ્લા પોલિસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ, નવરાત્રી મહોત્સવમાં પોલિસની વિવિધ ટીમ કાર્યરત કરવામાં આવી છે, જેમાં શી ટીમ ખાસ નવરાત્રી મહોત્સવમાં રોમિયોગીરી કરતા શખ્સોને ઝડપી પાડવા ખડેપગે રહે છે. આ વચ્ચે મોડાસા ના માલપુર રોડ પર રમઝટ નવરાત્રી મહોત્સવમાં યુવકની તબિયત લથડતાં, તાત્કાલિક પોલિસની ટીમ પહોંચી હતી અને યુવાનને પોલિસ વેનમાં જ હોસ્પિટલ લઈ જવાયો હતો.

નવરાત્રી મહોત્સવ દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ મહિલાઓને સુરક્ષિત વાતાવરણ મળે તે માટે અરવલ્લી જિલ્લા પોલિસ ખડેપગે છે. આ સમય દરમિયાન મોડાસા રમઝટ નવરાત્રી મહોત્સવ ખાતે ગરબા રમતા ખેલૈયા પૈકી હેમંત ભાવેશભાઈ પટેલ (રહે. દ્વારકાપુરી સોસાયટી, મોડાસા) અચાનક બીમાર પડી બેભાન થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને તાત્લાલિક પોલિસની ટીમ આવી પહોંચી હતી. સ્થાનિક પોલિસ કર્મચારીઓ અને શી ટીમ દ્વારા પરિસ્થિતિને ગંભીરતાથી લઈને ‘શી ટીમ’ દ્વારા પોતાની સરકારી ગાડીમાં બેસાડી ગોલ્ડન અવર્સમાં હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો. મહિલા પોલિસની ટીમે યુવાનને હોસ્પિટલમાં પહોંચાડી સારવાર સુનિશ્ચિત પણ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમના વાલી-વારસાની માહિતી મેળવી તરત જ માતા-પિતા સાથે સંપર્ક પણ કરવામાં આવ્યો હતો. અરવલ્લી જિલ્લા મહિલા પોલિસ સ્ટેશનના પી.આઈ. એસ.એસ. માલ ના માર્ગદર્શન હેઠળ પોલિસની ટીમ કાર્યરત હતી. જેમાં વુ.પો.કો. કોમલબેન ગોવિંદભાઈ, વુ.પો.કો. ઊર્મિલાબેન રત્નાભાઈ અને વુ.પો.કો. જ્યોતિબેન કાળાભાઈ એ સરાહનિય કામગીરી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!