37.9 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines ગાંધીનગર જઈ રહેલા અરવલ્લી કલેક્ટર પ્રશસ્તિ પારીકે અચાનક ગાડી રોકાવી, બાઈક ચાલક...

ગાંધીનગર જઈ રહેલા અરવલ્લી કલેક્ટર પ્રશસ્તિ પારીકે અચાનક ગાડી રોકાવી, બાઈક ચાલક નીચે પટકાતાં ઊભા રહી ગયા

0
126

અંકિત ચૌહાણ/ જય અમીન
અરવલ્લી જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારીખ ની ફરીથી એકવાર અકસ્માત નો ભોગ બનેલ મહિલાની મદદે આવ્યા છે. અરવલ્લી કલેક્ટર પ્રશસ્તિ પારીક મોડાસા થી ગાંધીનગર તરફ જઈ રહ્યા હતા તે સમય દરમિયાન ગારુડી પાટીયા નજીક બાઇક ચાલક પડી જતા અકસ્માત સર્જાયો હતો. તાત્કાલિક કલેક્ટર એ ગાડી રોકાવી દીધી હતી અને સ્થાનિક લોકોની મદદ થી તેમણે એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ મોકલવાની તજવીજ પણ હાથ ધરી હતી.

અરવલ્લી જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારિક મોડાસા થી ગાંધીનગર ખાતે જઈ રહ્યા હતા. આ સમય દરમિયાન સવારના 08:15 કલાકના અરસામાં ગારૂડી નજીકથી પસાર થઈ રહ્યા હતા, તે સમય દરમિયાન આગળ બાઈક ઉપર એક મહિલા અને યુવક પસાર થઈ રહ્યા હતા. અચાનક બમ્પ આવી જતા બાઈક ઉપર બેઠેલી મહિલા અને ચાલક બંને પડી ગયા હતા. પાછળ બેઠેલી મહિલાને બીજાઓ પહોંચ હતી તાત્કાલિક આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સની ટીમને જાણ કરી હતી અને ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવા માટેની તજવીજ હાથ ધરી હતી

મોટાભાગે ટુ-વ્હીલર વાહન ચાલકો ન અકસ્માત નડે ત્યારે માથાના ભાગે ઇજાઓ પહોંચી હોય છે ત્યારે અરવલ્લી જિલ્લા કલેકટરે નાગરિકોને અપીલ છે કે, વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું, બમ્પ ઉપર ધીમેથી વાહન હાંકવુ જેથી સલામત સવારી બની શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!