33.7 C
Gujarat
Thursday, August 6, 2026
Home HeadLines અરવલ્લીઃ બાયડ-દહેગામ માર્ગ પર બેફામ દોડતા ડમ્પર બન્યા યમદુતઃડમ્પરની હડફેટે જીતપુરના ૨૮...

અરવલ્લીઃ બાયડ-દહેગામ માર્ગ પર બેફામ દોડતા ડમ્પર બન્યા યમદુતઃડમ્પરની હડફેટે જીતપુરના ૨૮ વર્ષીય યુવાનનું કમકમાટીભર્યું મોત

0
155

અકસ્માત સર્જી ડમ્પર પલટી ખાઈ જતાં ડમ્પર ચાલક ડમ્પર મુકી ફરાર
ડમ્પરની હડફેટે યુવાનના શરીરના બે ટુકડા કરી નાંખ્યાઃથોડા દિવસમાં આ યુવાનની સગાઈ પણ હતી
ધારાસભ્ય ધવલસિંહની તંત્રને આવા ડમ્પરોની બેફામ દોડ સામે કડક કાર્યવાહી કરવા માંગ

બાયડ દહેગામ માર્ગ પર બેફામ દોડતા ડમ્પરોને કારણે અવારનવાર ગમખ્વાર અકસ્માત સર્જાતા રહે છે.
બાયડ દહેગામ માર્ગ પર બેફામ દોડતા ડમ્પરની ટક્કરથી જીતપુર ગામના સંજય સોલંકી નામના ૨૮ વર્ષીય આશાસ્પદ યુવાનના શરીરના બે ટુકડા થઈ મોત નીપજ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
વધુ પ્રાપ્ત વિગતો મુજબ માતેલા સાંઢની જેમ બેફામ દોડતા ડમ્પરે બાઈક ચાલકને હડફેટે લેતાં બાઈક ચાલકના શરીરના બે ટુકડા થઈ ઘટના સ્થળે મોત નીપજ્યું હતું
સંજય સોલંકી (ઉં. વ. ૨૮)નામનો બાઈક ચાલક યુવાન જીતપુર ગામનો હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે.જાણવા મળ્યા પ્રમાણે ટૂંક સમયમાં યુવાનની સગાઈ પણ હતી.
ગમખ્વાર અકસ્માત સર્જાતાં બાઈક ચાલક યુવાનનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેરુ ઉડી જવા પામ્યું હતું..
યુવાનનું અકસ્માતે મોત નિપજ્યાના સમાચાર મળતાં ઘટના સ્થળે લોકોનું મોટું ટોળું એકત્ર થઈ ગયું હતું.
પરિવારને પણ અકસ્માતે પુત્રનું મોત થયાના સમાચાર મળતાં પરિવારે આક્રંદ કરી મૂક્યું હતું..
અકસ્માતની જાણ થતાં આંબલીયારા પોલીસે ઘટનાસ્થળે પહોંચી યુવાનની લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી ફરિયાદ નોંધી ફરાર ડમ્પર ચાલકને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!