28.7 C
Gujarat
Tuesday, July 14, 2026
Home ક્રાઇમ અરવલ્લી : LCBએ ધુળેટા બુટલેગરના ઘરેથી 96 હજારનો દારૂ ઝડપ્યો, મોડાસા પોલીસે...

અરવલ્લી : LCBએ ધુળેટા બુટલેગરના ઘરેથી 96 હજારનો દારૂ ઝડપ્યો, મોડાસા પોલીસે બુટલેગર રાજુ વાઘેલાને તાડીપાર કર્યો

0
46

અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બુટલેગરો સામે તવાઈ બોલાવી છે જીલ્લા એલસીબી પોલીસે ધુળેટા ગામમાં ધમધમતા વિદેશી દારૂના અડ્ડા પર ત્રાટકી બુટલેગરના ઘરેથી 96 હજાર રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી લીધો હતો બુટલેગર અરવિંદ પુજા ભગોરાને રેડની ગંધ આવી જતા ફરાર થઈ ગયો હતો એલસીબીએ ફરાર બુટલેગર સામે શામળાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રોગતિમાં કર્યા હતા LCBએ ધુળેટા ગામમાં ઘરમાં ધમધમતા વિદેશી દારૂના અડ્ડાનો પર્દાફાશ કરી શામળાજી પોલીસનું નાક વાઢી નાખ્યું હતું શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજસ્થાન રાજ્યને અડીને આવેલ ગ્રામ્ય વિસ્તારમાં વિદેશી દારૂનું વેચાણ અને કટિંગ થતું હોવાની ચર્ચા ચારેકોર ચાલી રહી છે

મોડાસા શહેરના 420 બંગલામાં રહેતા કુખ્યાત બુટલેગર રાજુ ઉદા વાઘેલા સામે અનેકવાર પ્રોહિબિશનના ગુન્હા નોંધાયેલ હોવા છતાં દારૂનો વેપલો બંધ નહીં કરતા નામચીન બુટલેગર રાજુ વાઘેલાને ટાઉન પોલીસે અટકાયત કરી તડીપાર માટે દરખાસ્ત તૈયાર કરી સબડિવિઝનલ મેજીસ્ટ્રેટને મોકલી આપતા બુટલેગર દ્વારા આચારવામાં આવતા ગુન્હાનોની ગંભીરતા સમજીને તાડીપાર કરવાનો હુકમ કરતા ટાઉન પોલીસે કુખ્યાત બુટલેગર રાજુ વાઘેલાને તડીપાર કરી દીધો હતો મોડાસા ટાઉન પોલીસની કામગીરીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!