28.7 C
Gujarat
Tuesday, July 14, 2026
Home ક્રાઇમ અરવલ્લી : ઈસરી પોલીસે ક્રેટા કારમાંથી 2.52 લાખનો દારૂ ઝડપ્યો,ટીંટોઈ પોલીસે હિટ...

અરવલ્લી : ઈસરી પોલીસે ક્રેટા કારમાંથી 2.52 લાખનો દારૂ ઝડપ્યો,ટીંટોઈ પોલીસે હિટ & રનના આરોપીને દબોચ્યો

0
39

અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ પોલીસતંત્ર ને પ્રોહિબિશનની સખ્ત અમલવારી માટે કડક આદેશના પગલે પોલીસ દેશી-વિદેશી દારૂની હેરાફેરી અને વેપલાને અટકાવવા સતત દોડાદોડી કરી રહી છે ઈસરી પોલીસે રાજગોળ ગામ પાસે ક્રેટા કારમાંથી 2.52 લાખનો દારૂ જપ્ત કર્યો હતો ટીંટોઈ પોલીસે સુનોખ નજીક હિટ એન્ડ રન સર્જી આધેડને મોતને ઘાટ ઉતરી ફરાર ઇનોવા કાર ચાલકને અમદાવાદથી દબોચી લઇ મોતના વણઉકેલ્યા ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો

ઈસરી પીઆઈ જી.કે.વહુનિયા અને તેમની ટીમે વિદેશી દારૂની લાઇન પર બ્રેક લગાવવા બાતમીદારો સક્રિય કરતા રાજસ્થાન તરફથી ક્રેટા કારમાં વિદેશી દારૂ ભરી બુટલેગર રાજગોળ ગામ નજીકથી પસાર થવાનો હોવાની બાતમી મળતા તાબડતોડ સ્થળ પર વોચ ગોઠવતા બુટલેગર પોલીસની ભનક આવી જતા રોડ પર દારૂ ભરેલ કાર મૂકી ફરાર થઈ જતા પોલીસે કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-1195 કિં.રૂ.252540/- અને કાર મળી કુલ.રૂ.8.02 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર અજાણ્યા બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

ટીંટોઈ પીઆઇ અમિત ચાવડા અને તેમની ટીમે પાંચ દિવસ અગાઉ નેશનલ હાઇવે.નંબર-૪૮ પર સુનોખ ગામ નજીક રોડ ક્રોસ કરતા દિનેશ કમજી ભાઈ ગામેતીને ઇનોવા કારથી ટક્કર મારી મોત નીપજાવી ફરાર થનાર દીપક શ્રી કમલેશ બઘેલ (રહે, ૧૫૭,ડિફેન્સ કોલોની ગલી,કુબેરનગર,અમદાવાદ)ને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો હિટ એન્ડ રનની ઘટના સર્જી ફરાર આરોપીને ઝડપી પાડવા ટીંટોઈ પોલીસ પેટ્રોલ પંપ અને ટોલપ્લાઝા સહિત અનેક સીસીટીવી કેમેરા ફંગોળી ઘટનાસ્થળેથી મળી આવેલ ઇનોવા કારના બમ્પરના ટુકડાના આધારે અકસ્માતે મોતના વણઉકેલ્યા ગુન્હાનો ભેદ ઉકેલવામાં સફળ રહી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!