ફિલ્મી સિટી , મેઘાસીટી અને પૈસાદાર માલેતુજાર નબીરાઓનાં નશાનું દૂષણ હવે નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોના યુવાધનને બરબાદ કરી રહ્યું છે
અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં મ્યાઉ મ્યાઉ ડ્રગ્સના દલદલમાં ધીરે ધીરે યુવક-યુવતીઓ ફસાઇ રહ્યા છે
MD ડ્રગ્સનું દૂષણ બિલ્લી પગે બંને જિલ્લામાં ઘર કરી રહ્યું છે પોલીસ ઉંગતું જ દાબી દે તો અનેક યુવા ડ્રગ્સ રેકેટથી બચી જશે
અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાની સૂચનાના પગલે નશાનો કાળો કારોબાર નાથાવા બાતમીદારો સક્રિય કરી ડ્રગ્સ માફિયા અને પેડલરનો ઝડપી પાડવા સખ્ત કાર્યવાહી કરી રહી છે એસઓજી પોલીસે પાંચકુહાડા ગામ નજીક ક્રેટા કારમાંથી 44.97 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ત્રણ પેડલરને દબોચી લઇ એમડી ડ્રગ્સ કોને સપ્લાય કરવાનું હતું તેની તપાસ હાથધરી છે ધનસુરા પોલીસને ઉંઘતી રાખી એસઓજી પોલીસે ક્રેટા કારમાંથી મળે ડ્રગ્સ ઝડપી નાક વાઢી નાખ્યું હતું
અરવલ્લી એસઓજી પીઆઇ એચ.પી. ગરાસિયા અને તેમની ટીમે ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમદાવાદ હાઇવે પર પેટ્રોલિંગ હાથધરી બાતમીદારો સક્રિય કરતા અમદાવાદ તરફથી આવતી ક્રેટા કારમાં એમડી ડ્રગ્સની હેરાફેરી થઇ રહી હોવાની બાતમી મળતા વડાગામ નજીક પાંચકુહાડા પાસે પોલીસે વોચ ગોઠવી બાતમી આધારિત કારને અટકાવી કારમાં બેઠેલા ત્રણ યુવકોની તલાસી લેતા તલોદના ઓમારામ પટેલ અને બાયડના અને નરોડા રહેતા જીતેન્દ્ર સોંલકી ના પેન્ટના ખિસ્સામાં સંતાડેલ એમડી ડ્રગ્સ ભરેલ થેલી નંગ -5 1.35 લાખનું 44.97 ગ્રામ જથ્થો જપ્ત કરી તલોદના મેહુલસિંહ સોંલકીને દબોચી લઇ 9.62 લાખનો મુદ્દામાલ જપ્ત કરી રાજસ્થાનના હનુમાનસિંહ નામના ડ્રગ્સ માફિયા વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
*SOG પોલીસે MD ડ્રગ્સની હેરાફેરી કરનાર આરોપી કોણ કોણ વાંચો…!!*
( 1) ઓમારામ વરદારામ ભુરારામ પટેલ ઉ.વ.આ-૩૨ હાલ રહે- મઈન બજાર તલોદ ૧ તલોદ જિ.સાબરકાંઠા મુળ રહે- ચાલીગાવ તા-લુણી જિ. જોધપુર(રાજસ્થાન)
(૨) જિતેંદ્રભાઇ જયતીભાઈ સોલંકી ઉ.વ.આ-૩૫ હાલ રહે-નરોડા દહેગામ રોડ તક્ષશીલા સોસાયટી તા-જિ-અમદાવાદ મુળ રહે- લીંબ વાસણી તા-બાયડ જિ-અરવલ્લી
(૩) મેહુલસિંહ ચતુરસિંહ સોલંકી ઉ.વ.-૩૧ રહે- શીવમ સોસાયટી તલોદ તા-તલોદ જિ. સાબરકાંઠા
(૪) હનુમાનસિંહ નામનો ઇસમ રહે.ધાવા તા.લુણી જી.જોધપુર (રાજસ્થાન)
