28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : નડિયાદના બે પશુચોર મેઘરજમાંથી બકરા ચોરી કાર માં સીમલવડા મંડીમાં...

અરવલ્લી : નડિયાદના બે પશુચોર મેઘરજમાંથી બકરા ચોરી કાર માં સીમલવડા મંડીમાં વેચવા નીકળ્યા, LCBએ દબોચ્યા

0
49

અરવલ્લી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સમયાંતરે પશુ ચોરીની ઘટનાઓ બનતી રહે છે પશુ ચોર પશુઓની ચોરી કરવામાં કારનો ઉપયોગ કરી રહ્યા છે જીલ્લા એલસીબી પોલીસે રોલા ગામ નજીક હોન્ડા જાઝ કારની પાછળની ડેકીમાંથી ચાર બકરા સાથે નડિયાદના બે પશુ ચોરને દબોચી લીધા હતા પશુચોરોએ પાંચ મહિના અગાઉ મેઘરજ સોસાયટી વિસ્તારમાંથી પાંચ મહિના અગાઉ બકરા ચોર્યા હોવાનું જણાવતા પોલીસ ચોંકી ઉઠી હતી બંને પશુ ચોરને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા

અરવલ્લી એલસીબી પોલીસે મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન રોલા ગામ નજીક શંકાસ્પદ વાહનોની સઘન તલાસી દરમિયાન મોડાસાથી રાજસ્થાન તરફ પસાર થતી જાઝ કારને અટકાવી કારની તલાસી લેતા ડેકીમાંથી ચાર બકરીઓ મળી આવતા પોલીસે આગવી ઢબે કાર ચાલક રાહુલ હરેશ પરમાર (રહે,ચકલાસી ફળી,રબારી ફળી) અને તેના સાગરિત સંજય સુરેશ તળપદા (રહે,સિવિલ નહેર શાળા નં-4) પૂછપરછ કરતા કારમાં ભરેલી બેકરીઓ મેઘરજ નગરમાંથી પાંચ મહિના અગાઉ ચોરી કરી હતી જેમાંથી એક બકરી બીમારીના લીધે મારી ગઈ હતી પશુચોરોએ ચોરી કરેલ 4 બકરીઓ સિમલવાડા મંડી માં વેચાણ કરવા નીકળ્યા હોવાનું જણાવતા પોલીસે ચાર બકરી અને કાર મળી રૂ.4.23 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બંનેને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા જીલ્લા એલસીબી પોલીસે મેઘરજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઢોર ચોરીના બે વણ ઉકેલ્યા ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!