32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી: મોડાસા બસ સ્ટેશનમાં Insta છપરીઓનો ત્રાસ, સ્કૂલ વિદ્યાર્થિનીઓને જોઈને અભદ્ર ટેક્સ્ટ...

અરવલ્લી: મોડાસા બસ સ્ટેશનમાં Insta છપરીઓનો ત્રાસ, સ્કૂલ વિદ્યાર્થિનીઓને જોઈને અભદ્ર ટેક્સ્ટ સાથે રીલ

0
86

આજે સોશિયલ મીડિયાનું ચલણ એટલું વધી ગયું છે કે, વાત જવા દો… સોશિયલ મીડિયા એ સારા હેતુથી ઉપયોગ કરાય, તો કોઈકનું જીવન પરિવર્તન કરી શકે છે, પણ ખોટી રીતે તેનો ઉપયોગ હાલ ટ્રેન્ડિંગમાં હોય તેવું લાગે છે. આજના કેટલાક છપરી ટાઈપ લોકો બાઈક સ્ટંટ, જીપ સ્ટંટ તેમજ જોખમી સ્ટંટ કરીને લોકોના જીવ અધ્ધર કરતા હોય છે. એટલું જ નહીં મહિલાઓને જોઈને પણ આવી રીલ બનાવતા હોય છે, તેવા કેટલાય વીડિયો દિવસે ને દિવસે જોવા મળતા હોય છે. હાલ અરવલ્લી જિલ્લામાં પણ આવું જ જોવા મળી રહ્યું છે. મોડાસા બસ સ્ટેશનમાં સાંજના સ્કૂલ છૂટવાના સમયે વિદ્યાર્થિનીઓ બસ સ્ટેશન પહોંચે ત્યારે કેટલાક છપરી ઈન્સ્ટાગ્રામ પર રીલ મુકી ખોટી કમેંટ લખતા હોય છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર છે.

ઈન્સાગ્રામ પર મેઘરજ_ઓફિશિયલ નામના હેન્ડલ પરથી એક ગીત પર વીડિયો શેર કરીને તેના પર દીકરીઓ માટે અભદ્ર ટેક્સ્ટ લખાયો છે, જેને લઇને સવાલો ઉઠી રહ્યા છે. વીડિયો પરથી સ્પષ્ટ જોઈ શકાય છે કે, કાંતો આ વીડિયો સવારે સ્કૂલ સમયનો કે પછી સાંજે સ્કૂલ છૂટ્યા પછીનો હોઈ શકે છે. આવા છપરીઓ મોડાસા બસ સ્ટેશનમાં આવીને મહિલાઓ અને દીકરીઓના વીડિયો ઉતારીને ઈન્સ્ટાગ્રામ પર ફેમસ થવા માટે રીલ બનાવીને અપલોડ કરતા હોય છે. એટલું જ નહીં સારી રીલ મુકે તો વાંધો નહીં પરંતુ તેના પર જે ટેક્સ અને ગીત લગાવાય છે, તેને લઇને અનેક સવાલો ઉઠે છે. આવા છપરી ટાઈપના ઈન્સ્ટાગ્રામ આઈ.ડી. ધરાવતા લોકોને સુધારી શકાશે કે નહીં, તે સવાલ છે.

અરવલ્લી જિલ્લામાં આવા ઘણાંય ઈન્સ્ટા છપરીઓની રીલ જોવા મળતી હોય છે, જેમાં સ્ટંટ કરવા, દારૂ, અભદ્ર કમેંટ વગેરેનો સમાવેશ થતો હોય છે, ત્યારે હવે આ વીડિયો પરથી શું થાય છે, તે જોવું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!