38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : જીવણપુર-મેઢાસણ રોડ બુટલેગરોનો ફેવરેઈટ રૂટ બન્યો, LCBએ અલ્ટ્રોઝ માંથી 1.42...

અરવલ્લી : જીવણપુર-મેઢાસણ રોડ બુટલેગરોનો ફેવરેઈટ રૂટ બન્યો, LCBએ અલ્ટ્રોઝ માંથી 1.42 લાખનો દારૂ ઝડપ્યો

0
42
  • બુટલેગરો પોલીસને ચકમો આપવા અંતરિયાળ માર્ગોથી કારમાં વિદેશી દારૂની લાઇનો ચાલુ કરી
  • છેલ્લા 6 મહીનાથી રેલ્લાવડા ઈસરી ટીંટોઈ વાયા જીવણપુર મેઢાસણ થી લીંભોઈ અને બોડી માર્ગે બુટલેગરો દારૂની લાઇનચલાવતા હોવાની ચર્ચા
  • સરડોઈ-મેઢાસણ રોડ પર રાત્રી પડતાંની સાથે પાયલોટીંગ સાથે ફૂલસ્પીડે દારૂ ભરેલી કાર પસાર થઈ રહી છે
  • મોર્નિંગ અને રાત્રી વોકિંગ કરનાર લોકો અને નાના વાહનચાલકો દારૂ ભરેલી કાર પસાર થતાં ફફડી ઉઠે છે

થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બુટલેગરો વિદેશી દારૂની ડિમાન્ડને પંહોચી વળવા મરણિયા બન્યા છે અરવલ્લી SP મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્ર વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડવા સતત પેટ્રોલીંગ હાથધર્યું છે જીલ્લા એલસીબી પોલીસે મેઢાસણ ગામ નજીક ઝાડ સાથે ભટકાયેલ અલ્ટ્રોઝ કારમાંથી 1.42 લાખનો શરાબ જપ્ત કરી ફરાર બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

અરવલ્લી એલસીબી પોલીસ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરી મેઢાસણ ચોકડી નજીક વોચ ગોઠવતા જીવણપુર તરફથી વિદેશી દારૂ ભરેલી અલ્ટ્રોઝ કાર સરડોઈ-મેઢાસણ થઈ તલોદ તરફ જનાર હોવાની બાતમી મળતા
વાહનોનું ચેકિંગ દરમિયાન બાતમી આધારિત અલ્ટ્રોઝ કાર આવતા અટકાવવાનો પ્રયત્ન કરતા બૂટલેગરે કાર પુર ઝડપે હંકારતા સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા રોડ નજીક ઝાડ સાથે ભટકાતા કાર સ્થળ પર મૂકી બુટલેગર ફરાર થઈ ગયો હતો પોલીસે કારની તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલ-552 કિં.રૂ.142560/- અને કાર મળી રૂ.6.42 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!