38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : SOGએ ઈસરીના રમાડ ગામ નજીક કારમાંથી 1.25 લાખના ગાંજા સાથે...

અરવલ્લી : SOGએ ઈસરીના રમાડ ગામ નજીક કારમાંથી 1.25 લાખના ગાંજા સાથે અમદાવાદના પેડલરને દબોચ્યો

0
64

 

અરવલ્લી જીલ્લા પોલીસની થર્ટી ફર્સ્ટને પગલે રાજસ્થાનને અડીને આવેલ બોર્ડરો પર ચુસ્ત નાકાબંધી વાહન ચેકિંગ અને ચેકપોસ્ટ ઉભી કરવા છતાં નશાના કારોબારીઓ બેફિકર હોય તેમ વિદેશી દારૂ સહિત નશામય પદાર્થો ઘુસાડવા સતત પ્રયત્ન કરી રહ્યા છે જીલ્લા એસઓજી પોલીસે ઈસરીના રમાડ ગામ નજીક વેગનઆર કારમાં પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી ઘૂસાડાતો અઢી કિલો ગાંજા સાથે અમદાવાદ વહેવાલના રાજેન્દ્રસિંહ પ્રતાપસિંહ ચૌહાણને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

અરવલ્લી એસઓજી પોલીસે ઈસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રમાડ ગામ નજીક નીલકંઠ મહાદેવ મંદિર નજીક ઉભી કરેલી ચેકપોસ્ટ પર ઈસરી અને એસઓજી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાનના રાસ્તાપાલ ગામ તફરથી આવતી વેગનઆર કાર શંકાસ્પદ જણાતા કારને અટકવાવી તલાસી લેતા કારમાંથી પ્લાસ્ટિકની થેલીઓમાં સંતાડેલ 2.510 કી.ગ્રામ કિં.રૂ.125500/- નો જથ્થો જપ્ત કરી કાર ચાલક પેડલર રાજેન્દ્રસિંહ પ્રતાપસિંહ ચૌહાણ (રહે,ઉમંગ હોમ્સ,વહેવાલ-અમદાવાદ)ને દબોચી લઇ ગાંજાની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાન પુંજપુરના નારણ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!