29.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines બુટલેગરે એરંડાના ખેતરમાં વિદેશી દારૂ સંતાડી દીધો : મેઘરજ પોલીસ ત્રાટકી 228...

બુટલેગરે એરંડાના ખેતરમાં વિદેશી દારૂ સંતાડી દીધો : મેઘરજ પોલીસ ત્રાટકી 228 બોટલ ઝડપી

0
31

બુટલેગર દિનેશ ડામોરને પોલીસ રેડની ગંધ આવી જતા રફુચક્કર

અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાની સખ્ત સૂચનાના પગલે પોલીસ દારૂની હેરાફેરી અને વેપલાને અટકાવવા સતત દોડાદોડી કરી રહી છે મેઘરજ પોલીસે બેલ્યો ગામના બુટલેગરે ખેતરમાં બે કોથળામાં સંતાડેલ 44 હજારથી વધુનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો

મેઘરજ પોલીસે ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથધરતા બેલ્યો ગામનો દિનેશ રમેશ ડામોર નામનો બુટલેગર ઘરે વિદેશી દારૂનો અડ્ડો ચલાવતો હોવાની બાતમી મળતા પોલીસે બુટલેગરના ઘરે રેડ કરતા બુટલેગર ફરાર થઇ ગયો હતો ઘરની બાજુમાં એરંડાના ખેતરમાં શેઢાની નજીક બે કોથળામાં સંતાડેલ 44 હજાર થી વધુના વિદેશી દારૂ અને બિયર ટીન નંગ-228 જપ્ત કરી ફરાર બુટલેગર દિનેશ રમેશ ડામોર સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!