32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines રામદેવરાથી દર્શન કરી પરત ફરતા અરવલ્લી ના શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 4 ના...

રામદેવરાથી દર્શન કરી પરત ફરતા અરવલ્લી ના શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 4 ના મોત, 16 ઈજાગ્રસ્ત

0
73

રાજસ્થાનના જોધપુરમાં ગુજરાત પાર્સિંગની બસ અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા. 16 લોકો ઇજાગ્રસ્ત થયા છે. બસમાં સવાર કેટલાક લોકો અરવલ્લી જિલ્લાના હોવાના હોવાની પ્રાથમિક વિગતો મળી છે. જોધપુર-જેસલમેર નેશનલ હાઈવે-125 પર કેરુ ગામમાં મુલાનાડા રોયલ્ટી નાકા પાસે બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. લક્ઝરી બસ ફરેડી ની એકતા ટ્રાવેલ્સ હોવાની પણ વિગતો મળી છે.

રાજસ્થાન ના જોધપુર નજીક ઘમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બસમાં સવાર તમામ લોકો ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસા અને ધનસુરા તાલુકાના હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. જેઓ રામદેવરા (જેસલમેર)માં બાબા રામદેવના દર્શન કરીને ગુજરાત પરત ફરતા હતા ત્યારે સાંજે 4:30 કલાકની આસપાસ શાસ્ત્રી નગર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં અરના ધોધ પાસે આ અકસ્માત થયો છે, સ્થાનિક પોલીસ મુજબ, બસમાં કુલ 20 લોકો હતા. જેમાં ચાર લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે. જ્યારે 16 ઈજાગ્રસ્તોને મથુરાદાસ માથુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!