31 C
Ahmedabad
Sunday, June 21, 2026
[uam_ad id="382"]
[uam_ad id="382"]

અરવલ્લી : ધીમા પવન સાથે લઘુત્તમ તાપમાન માં ઘટાડો,પ્રજાજનો ઠંડીમાં ઠુંઠવાયા


અરવલ્લી જીલ્લામાં છેલ્લા એક સપ્તાહથી ઠંડીની તીવ્રતામાં વધારો થયો છે ધીમા પવન સાથે તાપમાનનો પારો નીચે ગગડતા કાતિલ ઠંડીનો લોકો અહેસાસ અનુભવી રહ્યા છે સાંજે અને વહેલી સવારે લોકો ઘરની અંદર પુરાઈ રહેવાનું મુનાસીબ માની રહ્યા છે વહેલી સવારે ઝાકળ પડતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે ઠંડીથી જનજીવન પ્રભાવિત થયું છે રાત્રીના સુમારે ગ્રામ્ય વિસ્તારોમાં કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો છે

મોડાસા શહેર સહીત સમગ્ર જીલ્લામાં ઉત્તરાયણ પર્વ પછી ઠંડી યથાવત જોવા મળી રહી છે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં શિયાળો નરમ રહેતા અને છેલ્લા બે દિવસથી વાદળોની આવન જાવનથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે રવિ સીઝનમાં ઠંડીથી ઘઉં, ચણા સહીત પાકોનું ઉત્પાદન વધતું હોવાથી ચાલુ વર્ષે ઠંડી નહીં જામતા ખેડૂતોને ઉત્પાદનમાં ફટકો પડવાની ભીતિ સેવાઈ રહી છે

ગુજરાત સહિત દેશભરમાં ગ્લોબલ વોર્મિંગની અસર ખુબ ઝડપથી વધી રહી છે
છેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાતની ત્રણેય સિઝનમાં ખૂબ મોટો બદલાવ મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં મોટાભાગે કાતિલ ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે. પરંતુ આ વખતે ગત વર્ષની સાથે સરખામણીએ કરવામાં આવે તો ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભર શિયાળે ઠંડી કરતાં ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ડિસેમ્બર-૨૦૨૪ અને ડિસેમ્બર-૨૦૨૫માં પડેલી ઠંડી પર નજર કરવામાં આવે તો, ગત વર્ષે ડિસેમ્બરના ૩૧ દિવસમાથી કચ્છના નલિયામાં લઘુતમ તાપમાનનો પારો ૨૨ વખતલ ૧૦ ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો, જે આ વખતે માત્ર ૪ વખત પારો ૧૦ ડિગ્રીથી નીચે ઉતર્યો છે.

કેમ આ વર્ષે શિયાળો ‘નરમ’ રહ્યો?
હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ, સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવે છે. પરંતુ આ વખતે હિમાલયમાં આ વખતે મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સર્જાયા નથી. જ્યારે પહાડો પર ભારે હિમવર્ષા થાય છે. ત્યારે ત્યાંથી ફેંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી ઠંડી લાવે છે. આ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી થતા ઠંડીનું મોજુ સર્જાયું નથી. હવામાન નિષ્ણાતોના મતે, પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની ઘટના એટલે કે ‘અલ નિનો’ની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતો અટક્યો છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો[uam_ad id="33645"]
- Advertisement -[uam_ad id="441"]
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!