26.8 C
Gujarat
Saturday, August 1, 2026
Home HeadLines ગુજરાત : કમોસમી વરસાદની આગાહી વચ્ચે મહેસાણામાં વરસાદ શરુ થતાં સ્વેટર પહેરવું...

ગુજરાત : કમોસમી વરસાદની આગાહી વચ્ચે મહેસાણામાં વરસાદ શરુ થતાં સ્વેટર પહેરવું કે રેઈનકોટ

0
40

અરવલ્લી જીલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી આકાશે વાદળો છવાતાં ખેડૂતોમાં ચિંતાની લહેર પ્રસરી છે હવામાન વિભાગે ગુરુવારે રાત્રે ઉત્તર ગુજરાતના ચાર જીલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે મહેસાણા પંથકમાં વરસાદ શરૂ થતાં ભર શિયાળે ભાદરવા જેવો માહોલ જોવા મળ્યો હતો માવઠાથી રવિ સીઝનને નુકશાન થવાની ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે અચાનક વરસાદ શરૂ થતાં બજારમાં અને રોડ રસ્તા પર ફરતાં વાહન ચાલકો અને રાહદારીઓએ દોડાદોડી કરી મૂકી હતી

રાજ્યમાં રાત્રે 11 વાગ્યા સુધીમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ડીસા અને પાલનપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી તે પ્રમાણે મહેસાણા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. મહેસાણામાં ભર શિયાળે વરસાદના છાંટા પડ્યા છે. કમોસમી વરસાદને કારણે લોકોને હાલાકી વેઠવી પડી હતી. શિયાળામાં સ્વેટર પહેરવું કે રેઈનકોટ એવી સ્થિતિનું નિર્માણ થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!