31.2 C
Gujarat
Tuesday, August 25, 2026
Home ગુજરાત અરવલ્લીઃ જિલ્લા કક્ષાએ ગ્રામ્ય વિસ્તારની શ્રેષ્ઠ શાળા તરીકે સાઠંબા ગ્રુપ વિકાસ વિદ્યામંદિરે...

અરવલ્લીઃ જિલ્લા કક્ષાએ ગ્રામ્ય વિસ્તારની શ્રેષ્ઠ શાળા તરીકે સાઠંબા ગ્રુપ વિકાસ વિદ્યામંદિરે પ્રથમ ક્રમાંક મેળવ્યો

0
45

અરવલ્લી જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાએ શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તારની શ્રેષ્ઠ શાળાઓ અંગે મોજણી હાથ ધરવામાં આવી હતી. આ વિશેષ મોજણીમાં શાળાકીય પરિણામો, વિવિધ પ્રવૃત્તિઓ, શૈક્ષણિક ગુણવત્તા, શિસ્ત પાલન, વિદ્યાર્થીઓનું કૌશલ્ય, શાળાના આચાર્ય અને સ્ટાફની કામગીરી જેવી બધી બાબતો ધ્યાને લેવામાં આવતી હોય છે.

આ વિશેષ મોજણીમાં જિલ્લા કક્ષાએ ગ્રામ્ય વિસ્તારમાં સાઠંબા ગ્રુપ વિકાસ વિદ્યામંદિર, સાઠંબા, શહેરી કક્ષાએ એમ.આર.ટી. સી. મદની હાઈસ્કુલ મોડાસાએ જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શાળા તરીકે પ્રથમ ક્રમાંક મેળવી ગૌરવ વધાર્યું છે.

જેમાં ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા કક્ષાએ સાઠંબા ગ્રુપ વિકાસ વિદ્યામંદિર વિવિધ કાર્યોમાં અવ્વલ નંબરે આવતાં જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સાઠંબા ગ્રુપ વિકાસ વિદ્યામંદિરને જિલ્લા કક્ષાની પ્રથમ ક્રમાંકે શ્રેષ્ઠ શાળા જાહેર કરાતાં નગરજનો અને સંચાલક મંડળ, સાઠંબા ગ્રામ પંચાયતના સરપંચ ધ્રુવ પંચાલ વગેરે દ્વારા શાળાના આચાર્ય સ્ટાફ તથા હાઇસ્કુલના વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!