38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત પ્રજાસત્તાક પર્વે રાષ્ટ્ર ભક્તિના રંગમાં મોડાસાનું ગાયત્રી ચેતના કેન્દ્ર

પ્રજાસત્તાક પર્વે રાષ્ટ્ર ભક્તિના રંગમાં મોડાસાનું ગાયત્રી ચેતના કેન્દ્ર

0
32

મહાન ભારત દેશના ૭૭ મા પ્રજાસત્તાક પર્વ સમગ્ર દેશભરમાં ઉત્સાહભેર મનાવાઈ રહ્યું છે, ત્યારે મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગાયત્રી માતાજી તિરંગા રંગમાં શૃંગાર તેમજ સમગ્ર ચેતના કેન્દ્રમાં રાષ્ટ્ર ભક્તિના દર્શન થયા.

ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા મળેલ જાણકારી અનુસાર મોડાસા તેમજ આસપાસના ગામોમાં સૌ ગાયત્રી ઉપાસકોએ સાધના સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી. રાષ્ટ્રની અખંડિતતા અને સીમા સુરક્ષા જળવાઈ રહે તે માટે તેમજ રાષ્ટ્ર ખૂબજ સમૃદ્ધિ અને સશક્તિકરણ માટે તીવ્ર ગતિથી પ્રગતિ હેતુ વિશેષ જાપ- પ્રાર્થના તેમજ મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા ગાયત્રી યજ્ઞ કરી રાષ્ટ્ર ઉત્થાન માટે ગાયત્રી મહામંત્ર અને મહામૃત્યુંજય મંત્ર દ્વારા વિશેષ આહુતિઓ આપવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!